Not Set/ ચીભડા ગામમાં બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં, વધુ 12 જેટલા બાળકો ડીફથેરીયાના ભરડામાં

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચિભડા ગામે અચાનક બે બાળકીના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી. તપાસમાં બીજા અન્ય 12 જેટલા બાળકોને ડીફથેરીયા રોગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ રોગ અચાનક બાળકોમાં જોવા મળતાની સાથે બે બાળકીના મોત નિપજ્યા હતા. મૃતક […]

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચિભડા ગામે અચાનક બે બાળકીના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી. તપાસમાં બીજા અન્ય 12 જેટલા બાળકોને ડીફથેરીયા રોગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ રોગ અચાનક બાળકોમાં જોવા મળતાની સાથે બે બાળકીના મોત નિપજ્યા હતા. મૃતક શ્રદ્ધા વાઘેલાની ઉમર 7 વર્ષ જયારે પ્રિયંકા ગેલોતરની ઉમર 9 વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે દિયોદર સિવિલ હોસ્પિટલમાં તેમજ ૧ બાળકને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખેસેડાયો છે.