નવી દિલ્હી,
દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણી ૧૦ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
Supreme Court hearing on January 10th on the Constitution of a bench to hear the Ayodhya matter pic.twitter.com/1593lBReKC
— ANI (@ANI) January 4, 2019
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણી માત્ર ૬૦ સેકન્ડ જ ચાલી હતી અને આ મામલે કોઈ પણ પક્ષની દલીલ સાંભળવામાં આવી ન હતી.
Ayodhya case: The hearing which continued for 60 seconds, did not see any arguments from either side https://t.co/r1zkutnjuQ
— ANI (@ANI) January 4, 2019
અયોધ્યાની વિવાદિત જન્મભૂમિનો મામલો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠ સમક્ષ લિસ્ટેડ છે. બીજી બાજુ આ દરમિયાન ખંડપીઠ અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૦ના નિર્ણય વિરુધ દાખલ કરાયેલી ૧૪ અપીલો પર સુનાવણી માટે ત્રણ જજોની એક બેન્ચનું ગઠન કરાઈ શકે છે.
આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટની બેંચ નક્કી કરી કરશે કે રામ મંદિર અંગે આગામી સુનાવણી ક્યારે થશે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવશે કે આ મામલાની સુનાવણી કઈ બેંચ કરશે.
જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળવામાં આવી સુનાવણી
Supreme Court adjourns the matter till January 2019 to fix the date of hearing in #Ayodhya title suit https://t.co/wZxixh9RVz
— ANI (@ANI) October 29, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૯ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કોણો ? (ટાઈટલ શૂટ) તે અંગેના કેસને સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આ હિયરીગ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી હતી.
જાણો, શું છે અયોધ્યાનો ટાઈટલ શૂટનો આ વિવાદ ?

દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ ૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી.
ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિંદુ રીતિ રીવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૫૯માં નિર્મોહી અખાડા દ્વારા આ વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.
નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા પણ આ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો ઠોકયો હતો.

ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ત્રણ ભાગોમાં વહેંચી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.
જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ પણ કોઈ પણ પક્ષ રાજી થયું ન હતું અને ત્યારબાદ આ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

૯ મે, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પણ રોક લગાવી દીધી હતી.
ત્યારબાદ ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ૨.૭૭ એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે.
