Not Set/ ઈંગ્લેંડમાં રમનારા વર્લ્ડકપમાં ભારતના આ ખેલાડીનું હશે મહત્વનું યોગદાન : અઝરૂદ્દિન

ભુવનેશ્વર, છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તેમજ વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીના આગામી વર્લ્ડકપમાં રમવાને લઇ અંગે અનેક સવાલો સામે આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મોહમ્મદ અઝરુદ્દીને કહ્યું હતું કે, “ભારતીય ટીમ માટે એમ એસ ધોની ચાલુ વર્ષે ઈંગ્લેંડમાં રમનારા વર્લ્ડકપમાં […]

Top Stories Trending Sports

ભુવનેશ્વર,

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તેમજ વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીના આગામી વર્લ્ડકપમાં રમવાને લઇ અંગે અનેક સવાલો સામે આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

મોહમ્મદ અઝરુદ્દીને કહ્યું હતું કે, “ભારતીય ટીમ માટે એમ એસ ધોની ચાલુ વર્ષે ઈંગ્લેંડમાં રમનારા વર્લ્ડકપમાં મહત્વનો ખેલાડી હશે”.

sports-bhubaneswar-m-s-dhoni-prominent-players-world-cup-team-india-mohammad-azharuddin

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આયોજિત ઇન્ડિયા ટુડે માઈન્ડ રોક્સમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું.

ભૂતપૂર્વ કેપ્ટને વધુમાં કહ્યું, “મને લાગે છે કે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં ધોની સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક હશે. સાથે સાથે તેઓ વિકેટની પાછળ પણ કોઈ પણ બોલરને ટિપ્સ કે ફિલ્ડીંગને લઈને પણ કોઈ સલાહ આપવાની રહેશે તો ધોની સૌથી મોટું હથિયાર હશે”.

sports-bhubaneswar-m-s-dhoni-prominent-players-world-cup-team-india-mohammad-azharuddin

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને પોતાની જ ધરતી પર ૭૧ વર્ષમાં પહેલીવાર કોઈ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી છે અને હાલ ટીમ કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં  શાનદાર ફોર્મમાં છે.