નવી દિલ્હી,
આતંકીઓ વિરુધ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા ૨ આતંકીઓની ધરપકડ કરાઈ છે.
દિલ્હી પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને શોપિયાથી આ બે આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન આતંકીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે, જેમાં એક પિસ્તોલ અને ૧૪ જીવતા કારતૂસ શામેલ છે.
The Special Cell of Delhi police along with Jammu and Kashmir Police arrested two terrorists belonging to terror outfit Hizbul Mujahideen on January 11. Arms and ammunition have also been recovered from them.
— ANI (@ANI) January 13, 2019
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, “આતંકીઓ દ્વારા દિલ્હી – NCRમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માટે તેઓ દેશના ઉત્તરી ભાગોમાંથી હથિયારો ખરીદી રહ્યા હતા”.
ધરપકડ કરાયેલા આ ૨ આતંકીઓ માંથી એકનું નામ કિફાયતુલ્લા બતાવવામાં આવી રહ્યું છે, જયારે અન્ય એક સગીર વયનો છે. તેઓ જમ્મુ – કાશ્મીરમાં નવીદ બાબુના સંપર્કમાં હતા. નવીદ બાબુ પહેલા પોલીસમાં કામ કરતો હતો, ત્યારબાદ તેને આતંકવાદી બન્યો હતો.
