Not Set/ શત્રુધ્ન સિંહા : ટેલીવિઝન એક્ટ્રેસને HRDના મંત્રી બનાવી દેવા કેટલું યોગ્ય છે ?

બીજેપીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુધ્ન સિંહાએ એક વાર ફરીથી મોડી સરકાર પર નિશાનો બનાવ્યો છે. એટલું જ નહી પરંતુ તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે સ્મૃતિ ઈરાની પર પ્રશ્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ન બનાવવા બદલ તેમની પર સવાલ કરવામાં […]

Top Stories India Trending Politics

બીજેપીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુધ્ન સિંહાએ એક વાર ફરીથી મોડી સરકાર પર નિશાનો બનાવ્યો છે. એટલું જ નહી પરંતુ તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે સ્મૃતિ ઈરાની પર પ્રશ્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ન બનાવવા બદલ તેમની પર સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે હસીને કહ્યું કે મંત્રી બનવું એ પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે પરંતુ શું કોઈ ટેલીવિઝનની એક્ટ્રેસને સીધા જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી આપવી તે કેટલું યોગ્ય છે ?

આ સાથે જ તેમણે બીજેપી પાર્ટી વિશે કહ્યું કે તેઓ ક્યારેય પાર્ટીની વિરુદ્ધ નથી બોલ્યા અને હાલ પણ પાર્ટી વિરુદ્ધ નથી બોલી રહ્યા પરંતુ પાર્ટીને અરીસો બતાવી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યું કે હું સાચું બોલી રહ્યો છુ અને આગળ પર સાચું જ બોલીશ.

શત્રુધ્ન સિંહા બીજેપી પર પોતાના નિવેદનને લઈને દર વખતે ચર્ચામાં રહે છે. બીજેપીમાં હોવા છતાં પણ તેઓ મોડી સરકાર પર નિશાનો સાધતા રહે છે. હાલમાં તેમણે ૧૦ ટકા આરક્ષણ મામલે પણ મોડી સરકાર પર કટાક્ષ કર્યો હતો.