જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર અને લડાખમાં આવેલ બરફના તોફાનને લીધે ૧૦ પર્યટકો ફસાઈ ગયા છે.
Jammu & Kashmir: 10 people trapped under snow after an avalanche occurred in Khardung La, Ladakh. Search operation underway. More details awaited. pic.twitter.com/etWuxJLo1f
— ANI (@ANI) January 18, 2019
આ પર્યટકોને શોધવા માટે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને વધારે વિગતોની પ્રતીક્ષા જોવી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બરફનું તોફાન લડાખના ખારદુંગમાં આવ્યું છે જે પછી ૧૦ પર્યટક બરફ નીચે ફસાઈ ગયા છે. અહિનું તાપમાન પણ માયનસ ૧૫ ડીગ્રી છે જેને લઈને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ થઇ રહી છે.
હવામાન વિભાગે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નવ જીલ્લામાં ભારે બરફવર્ષાની ચેતવણી આપી હતી. લેહ અને કારગિલમાં માયનસ ૧૫.૬ અને માયનસ ૧૯.૨ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
