Not Set/ Vibrant Summit 2019 :આફ્રિકા ભારતનું મહત્વનું ટ્રેડ પાર્ટનર છે: સુષ્મા સ્વરાજ

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ સમિટના બીજા દિવસે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં આ આફ્રિકા ડેની ઉજવણી થઈ. દક્ષિણ આફ્રિકાના વિવધ ક્ષેત્રના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ સમિટના બીજા દિવસે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં આ આફ્રિકા ડેની ઉજવણી થઈ. દક્ષિણ આફ્રિકાના વિવધ ક્ષેત્રના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કર્યું હતું.

આફ્રિકા દિવસનાં સમારંભને સુષ્મા સ્વરાજે સંબોધતા કહ્યું કે, ‘વડાપ્રધાને આફ્રિકાને પોલીસી માટે ટોપ પ્રાયોરિટી આપી છે. છેલ્લા ચાર વર્ષમાં આફ્રિકા સાથે સરકારે ઘણું મહત્વનું કાર કર્યું છે. આફ્રિકા અને ભારતનાં નેતાઓએ એકબીજાનાં દેશમાં થયેલા વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધા છે. આફ્રિકા ભારતનું મહત્વનું ટ્રેડ પાર્ટનર છે.

સુષ્મા સ્વરાજે સંબોધતા કહ્યું કે,’આ પહેલી વખત બન્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં આફ્રિકા ડેની ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમ વધારે મહત્વનો છે કારણ કે આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી દેશમાં ઉજવીએ છીએ જ્યારે આફ્રિકાનાં ગાંધી નેલસન મંડેલાની 100મી જન્મ જયંતી છે. આફ્રિકાનાં માણસો સાથે પહેલાથી જ ભારતનો અનોખો સંબંધ રહ્યો છે.