પ્રયાગરાજ,
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ આયોજિત કરવામાં આવેલા આસ્થાનું પ્રતિક એવા કુંભમેળાને લઈ એક આધ્યાત્મિક મહત્વ જોવા મળી રહ્યું છે. કુંભમાં હાલમાં દેશના સૌથી મોટા તહેવાર જેવો માહોલ છે અને દેશભરમાંથી લાખો લોકો સંગમ ઘાટ પહોંચી રહ્યા છે.
આ કુંભમેળામાં આવી રહેલા શ્રદ્ધાળુઓ ન ભારતના છે પણ અનેક લોકો દુનિયાના અન્ય દેશોમાંથી પણ આવી રહ્યા છે, જેમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલા એક મહિલા પણ પ્રયાગરાજમાં આવ્યા છે.
Prayagraj: Visuals of the ‘Toilet Cafeteria’ set up at #KumbhMela2019 pic.twitter.com/SVL3szPHxD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 18, 2019
આ અમેરિકી મહિલા દ્વારા એક ખાસ “ટોયલેટ કૈફેટેરિયા” બનાવવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ લોકોને સ્વચ્છતા બનાવી રાખવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.
“ટોયલેટ કૈફેટેરિયા”ની વાત કરવામાં આવે તો, આ કૈફેટેરિયામાં બેસવા માટે કમોડ સ્ટાઈલમાં ખુરશીઓ બનાવાઈ છે, જેના માધ્યમથી શ્રદ્ધાળુઓને ખુલ્લામાં શૌચ કે પેશાબ કરવાની જગ્યાએ ટોયલેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળે.
અમેરિકી સાધ્વીએ આ “ટોયલેટ કૈફેટેરિયા” અંગે જણાવતા કહ્યું હતું કે, “હું ૧૯૯૬માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ પહેલીવાર ભારત આવી હતી.ત્યારે હું ઋષિકેશ ગઈ હતી અને હિંદુ ધર્મ તેમજ સંસ્કૃતિએ મને ખુબ પ્રભાવિત કરી હતી. બસ ત્યારથી જ હું એ એક સંન્યાસીના રૂપમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો”.
આ ઉપરાંત તેઓ કુંભને લઈ સરકાર દ્વારા કરાયેલી તૈયારીઓથી પણ પ્રભાવિત થયા હતા. આ અંગે જણાવતા કહ્યું, “રાજ્ય સરકારે સ્વચ્છતાની વ્યવસ્થા બનાવી રાખવા માટે ખુબ જ શાનદાર કામ કર્યું છે”.
