Not Set/ હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટાનો વીડિયો વાયરલ,સાથે બૉલીવુડ સ્ટાર આદિત્ય પંચોલી

સુરત સુરતમાં હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અડાજણ પાટિયા નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોમાં અફરોઝ ફટ્ટા સાથે બૉલીવુડ સ્ટાર આદિત્ય પંચોલી જોવા મળી રહ્યો છે. ગરીબ દર્દીના પરિવાર સાથે આદિત્ય પંચોલી દ્વારા ફોટો સેશન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ઈડીના દરોડામાં […]

Gujarat Surat Videos

સુરત
સુરતમાં હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અડાજણ પાટિયા નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વીડિયોમાં અફરોઝ ફટ્ટા સાથે બૉલીવુડ સ્ટાર આદિત્ય પંચોલી જોવા મળી રહ્યો છે. ગરીબ દર્દીના પરિવાર સાથે આદિત્ય પંચોલી દ્વારા ફોટો સેશન કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ઈડીના દરોડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત નિવાસી કથિત વેપારી અફરોઝ ફટ્ટાનું નામ હવાલા કૌભાંડમાં ખુબ ચગ્યું હતું.

ઈડીએ લગભગ 700 કરોડના ગેરકાયદેસર હવાલાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ હવાલા કૌભાંડમાં 4000 કરોડ પર પહોંચે તેવું લાગતું હતું પરંતુ ત્યારબાદ તે 10,000 કરોડે પહોંચ્યું હતું. ઈડીએ અફરોઝની સામે કેસ દાખલ કરીને જેલ ભેગો કર્યો હતો.