Not Set/ આદિપુરમાં ધો.10 ના વિદ્યાર્થીએ ધો.11 મા નાં વિદ્યાર્થીને માર્યું ચપ્પુ

કચ્છ, આદિપુરમાં ધો.10 ના વિદ્યાર્થીએ ધો.11 માનાં વિદ્યાર્થીને ચપ્પુ મારતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આદિપુરની ઈંગ્લીશ મીડિયમની મૈત્રી વિદ્યાલયમાં શાળામાં ક્ષણિક આવેશમાં આવી જઈ વિદ્યાર્થીને ચાકુ માર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બીજા વિદ્યાર્થી સાથે અથડાઈ જવાની બાબતે 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચપ્પુ મારી દેતા અન્ય વિધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલ […]

Gujarat Others Videos

કચ્છ,

આદિપુરમાં ધો.10 ના વિદ્યાર્થીએ ધો.11 માનાં વિદ્યાર્થીને ચપ્પુ મારતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આદિપુરની ઈંગ્લીશ મીડિયમની મૈત્રી વિદ્યાલયમાં શાળામાં ક્ષણિક આવેશમાં આવી જઈ વિદ્યાર્થીને ચાકુ માર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજા વિદ્યાર્થી સાથે અથડાઈ જવાની બાબતે 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચપ્પુ મારી દેતા અન્ય વિધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલ તો આ મામલે આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને ચપ્પુ મારનાર સગીર હોઈ તેને ભુજ ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવશે.