Not Set/ #INDvNZ : રો-હિત અને ગબ્બરની જોડીએ કરી કમાલ, સચિન – સહેવાગનો તોડ્યો આ રેકોર્ડ

માઉન્ટ માઉન્ગાનુઈ, માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૩૨૪ રન બનાવ્યા છે અને યજમાન ટીમને ૩૨૫ રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની આ ઇનિંગ્સમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા પહેલી વિકેટ માટે નોંધવામાં આવેલી ૧૫૪ રનની ભાગીદારી […]

Trending Sports

માઉન્ટ માઉન્ગાનુઈ,

માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૩૨૪ રન બનાવ્યા છે અને યજમાન ટીમને ૩૨૫ રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતની આ ઇનિંગ્સમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા પહેલી વિકેટ માટે નોંધવામાં આવેલી ૧૫૪ રનની ભાગીદારી ખાસ રહી હતી, જેમાં શર્માએ ૮૭ રન અને શિખર ધવને ૬૬ રન બનાવ્યા હતા.

Image result for sachin and sehwag

જો કે આ ૧૫૪ રનની ભાગીદારી સાથે રોહિત શર્મા અને ધવને વન-ડે ક્રિકેટમાં અત્યારસુધીમાં ૧૪મી વખત ૧૦૦ + રનની ભાગીદારી કરી છે અને આ સાથે જ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.

હકીકતમાં આ બંને ઓપનર બેટ્સમેનોએ સૌથી વધુ વાર ૧૦૦ થી વધુ રનની ભાગીદારી નોધાવા મામલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સચિન અને સહેવાગે ૧૩ વખત સદીની ભાગીદારી નોધાવી છે.

જો કે ભારત માટે સૌથી વધુ વાર ૧૦૦ રનથી વધુ ભાગીદારી નોંધાવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના નામે છે, તેઓએ ૨૬ વખત આ ભાગીદારી નોધાવી છે.