Not Set/ ખલ્લાસ ગર્લ ઇશા કોપીકર ભાજપમાં જોડાઇ, નીતિન ગડકરીએ પહેરાવ્યો ખેસ

મુંબઇ, લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલીવુડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે.બોલીવુડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ  ઇશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ઇશા કોપીકરે કેસરિયો ખેસ પહેર્યો હતો. ઇશાએ જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે મહારાષ્ટ્ર ભાજપના અનેક નેતા પણ સામેલ હતા. ભાજપે ઇશા કોપિકરને ભાજપ […]

India Trending Entertainment

મુંબઇ,

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલીવુડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે.બોલીવુડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ  ઇશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ઇશા કોપીકરે કેસરિયો ખેસ પહેર્યો હતો.

ઇશાએ જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે મહારાષ્ટ્ર ભાજપના અનેક નેતા પણ સામેલ હતા. ભાજપે ઇશા કોપિકરને ભાજપ વીમેન ટ્રાંસપોર્ટ વિંગના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે.

 કોણ છે ઇશા કોપીકર…

‘ડોન’, ‘સલામ-એ-ઇશ્ક’ ‘ક્યા કુલ હૈ હમ’ ‘હમ-તુમ’  અને ‘કંપની’ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કરનાર ઇશાનો જન્મ ૧૯૭૯માં થયો હતો. તેનું બાળપણ મુંબઇમાં વીત્યું હતું. કોલેજના દિવસોથી જ ગ્લેમરથી આકર્ષાઇને ઇશાએ ૧૯૯૫માં મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો. તેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ફિઝા’ વર્ષ 2000માં આવી હતી. 45જેટલી ફિલ્મોમાં કામ કરનાર ઇશાએ 2009માં ટિમ્મી નારંગ સાથે લગ્ન કરી લીધા હતા.કંપની ફિલ્મમાં ઇશાનું આઇટમ સોંગ ખલ્લાસ…હીટ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ ભોપાલથી અભિનેત્રી કરીના કપૂર કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવા અહેવાલો આવ્યા હતા.એ સિવાય માધુરી દીક્ષિત પણ ભાજપમાંથી પુણેમાંથી લડે તેવી વાતો ઉડી હતી.જો કે બંને અભિનેત્રીઓએ રાજકારણમાં જોડાવવાથી રદિયો આપ્યો હતો.