Not Set/ મોદી સરકારે ભર્યું મહત્વનું પગલું, અયોધ્યાની અવિવાદિત જમીન પાછી આપવા SCમાં કરી પીટીશન

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યાની રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદની જમીનના વિવાદ મામલે કેન્દ્રની મોદી સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. આ મામલે સરકાર દ્બારા સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન કરવામાં આવી છે અને એમાં અયોધ્યાની વિવાદિત જમીન સિવાયની તમામ જમીન પાછી આપવા માટેની માંગ કરાઈ છે. મોદી સરકાર દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં કહેવામાં આવ્યું, “અયોધ્યામાં હિંદુ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યાની રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદની જમીનના વિવાદ મામલે કેન્દ્રની મોદી સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. આ મામલે સરકાર દ્બારા સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન કરવામાં આવી છે અને એમાં અયોધ્યાની વિવાદિત જમીન સિવાયની તમામ જમીન પાછી આપવા માટેની માંગ કરાઈ છે.

national-ayodhya-case-central-government-wants-to-return-some-portion-disputed-land-of-ramjanam-petition-in-sc

મોદી સરકાર દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં કહેવામાં આવ્યું, “અયોધ્યામાં હિંદુ પક્ષકારોને જે ભાગ આપવામાં આવ્યો છે, તે રામજન્મભૂમિ ન્યાસને આપવામાં આવે, જયારે ૨.૭૭ એકરની જમીનનો કેટલોક ભાગ ભારત સરકારને પાછો આપી દેવામાં આવે”.

એક રિપોર્ટ મુજબ, સરકાર દ્વારા પોતાની પીટીશનમાં ૬૭ એકર જમીનનો કેટલોક ભાગ આપવા માટેની માંગ કરી છે. ૬૭ એકરની આ જમીનમાં ૨.૭ એકરની વિવાદિત જમીનની ચારેબાજુ ફેલાયેલી છે.

national-ayodhya-case-central-government-wants-to-return-some-portion-disputed-land-of-ramjanam-petition-in-sc

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૯ જાન્યુઆરી, મંગળવારના રોજ રામ મંદિરના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનારી હતી, પરંતુ જસ્ટિસ એસ એસ બોબડે રજા પર હોવાના કારણે ટળી ગઈ છે.

આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય ખંડપીઠ કરી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ શામેલ છે.

કેવી રીતે થયા જમીનના ભાગલા ?

national-ayodhya-case-central-government-wants-to-return-some-portion-disputed-land-of-ramjanam-petition-in-sc

આ પહેલા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠની બેંચ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ૩ ભાગમાં વહેંચી હતી. જેમાં જમીનનો એક ભાગ રામલલા, બીજો નિર્મોહી અખાડા આને ત્રીજી સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો.