Not Set/ રાજકોટ:મનપાના વોર્ડ નંબર 13માં ભાજપનો ભગવો લહેરાયો

રાજકોટ, રાજકોટમાં મનપાના 13નંબર વોર્ડની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર નીતિન રામણીનો વિજય થયો હતો. 6,317 મતથી નીતિન રામાણીનો થયો વિજય. જેના લિધે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાધેલાનો પરાજય થયો હતો. ખેડા નડિયાદમાં વોર્ડ નંબર-7ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર ધારિત પટેલે વોર્ડ નંબર-7 પર 3350 […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટમાં મનપાના 13નંબર વોર્ડની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર નીતિન રામણીનો વિજય થયો હતો. 6,317 મતથી નીતિન રામાણીનો થયો વિજય. જેના લિધે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાધેલાનો પરાજય થયો હતો.

ખેડા નડિયાદમાં વોર્ડ નંબર-7ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર ધારિત પટેલે વોર્ડ નંબર-7 પર 3350 મતથી જીત મેળવી છે.

જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 580 જ મત મળ્યા હતા. જેથી કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગાંધીધામ નગરપાલીકાની પેટા ચૂંટણીમાં ભાજપે વોર્ડ 2ની બેઠક ઝાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને હરાવ્યા છે.

સિદ્ધપુર નગરપાલિકામાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ પાસેથી ભાજપે 1 સીટ આંચકી. સિદ્ધપુર પાલિકાના વોર્ડ નંબર 7માં યોજાઈ હતી ચૂંટણી.

કોંગ્રેસના ગૌતમ દવેના નિધન બાદ યોજાઈ હતી પેટા ચૂંટણી. પેટા ચૂંટણીમાં ભાજપના ભરત મોદી થયા વિજેતા. 461 મતથી ભાજપના ઉમેદવાર ભરત મોદી ચૂંટણીમાં વિજેતા થયા છે. ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી.

પાલીતાણામાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. નગરપાલિકાના વોર્ડ 3ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. અનવર મહંમ્મદ કાજી 276 મતથી બન્યા વિજયી. કોંગ્રેસ દ્ગારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.