ગાંધીનગર,
મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું છે, લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું.
મોદી સરકારે રજૂ કરેલા બજેટ પર નજર કરીએ તો સરકારે કમરતોડ મોંઘવારીની જ કમર તોડી નાખી. બેકિંગ સિસ્ટમમાં ઝડપી સુધારા થયા. લેણદારો પાસેથી 3 લાખ કરોડ પાછા મેળવવામાં આવ્યાં. RERAથી રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી. જીએસટી દ્વારા ક્રાંતિકારી સુધારા કર્યાં.
ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની નિવેદન સામે આવ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ બજેટ બધાને આવરી લે તેવું છે, ગુજરાતના 36 લાખ ખેડૂતોને બજેટનો સીધો લાભ મળશે. ખેડૂતોને ખૂબ મોટો ટેકો આપ્યો છે. 2022 સુધીમાં કોઈ મકાન વિનાનું ના રહી જાય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. બીજું મકાન ખરીદનારને પણ રાહત આપવામાં આવી છે. હું આ બજેટને 10માંથી 10 માર્ક આપું છું.
આશરે 6 લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયા. સ્વચ્છ ભારત અભિયાન જનભાગીદારીથી રાષ્ટ્રીય અભિયાન બન્યું..સૌને અનાજ મળે એ સુનિશ્ચિત કર્યું. સરકારમાં વિદેશી રોકાણ વધ્યું. ગરીબો માટે 10 ટકા આર્થિક અનામત લાગુ કર્યું.
સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર ગરીબોનો છે. PM આવાસ યોજના હેઠળ 1.53 કરોડ ઘર બનાવવામાં આવ્યાં. સૌભાગ્ય યોજનામાં દરેક ઘરને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.
