Stock Market/ શેરબજારમાં આજે રીકવરી, ગઈકાલના ઘટાડા બાદ તેજી તરફ પ્રયાણ, સેન્સેક્સ 70600 અને  નિફ્ટી 21300 ની ઉપર

શેરબજારમાં મંગળવારનો દિવસ રોકાણકારો માટે અમંગળ રહ્યો. ગઈકાલે બજાર કડાકા સાથે તૂટ્યું. જો કે આજે બજાર ખુલતાની સાથે સામાન્ય ઘટાડા બાદ ગ્રીન નિશાન તરફ ટ્રેડ થઈ રહ્યું છે.

Top Stories Business

શેરબજારમાં મંગળવારનો દિવસ રોકાણકારો માટે અમંગળ રહ્યો. ગઈકાલે બજાર કડાકા સાથે તૂટ્યું. જો કે આજે બજાર ખુલતાની સાથે સામાન્ય ઘટાડા બાદ ગ્રીન નિશાન તરફ ટ્રેડ થઈ રહ્યું છે. આજે પણ ભારતીય શેરબજારે નબળું ઓપનિંગ દર્શાવ્યું હતું પરંતુ બજાર ખુલ્યાના પ્રથમ કલાકમાં રીકવરી કરતા તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે. આજે સેન્સેક્સ નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા બાદ રીકવરી કરતા સેન્સેક્સ 70600 ની નજીક છે, નિફ્ટી 21300 ની ઉપર જોવા મળ્યો. સવારે 9:54 વાગ્યે સેન્સેક્સ 221.95 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 70,592ના સ્તરે પહોંચી ગયો છે. NSE નો નિફ્ટી 76.25 અંક એટલે કે 0.36 ટકાના વધારા સાથે 21315 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

આજે પણ સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 205.06 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 70,165.49 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 53.55 પોઈન્ટ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 21,185 ના સ્તર પર ખુલ્યો. સેન્સેક્સના શેર પર નજર કરીએ તો 30 માંથી 19 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 11માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે સેન્સેક્સના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ તો, ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ ગેઇનર છે અને તે 1.60 ટકા વધ્યો છે. ટાટા સ્ટીલ 1.36 ટકા અને SBI 1.23 ટકા ઉપર છે. ઈન્ફોસિસ 1.05 ટકા અને એચસીએલ ટેક 0.97 ટકા ઉપર છે.

India overtakes Hong Kong as world's fourth-largest stock market - BusinessToday

નિફ્ટીના 50 શેરોમાંથી 30માં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 20 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોમાં હિન્દાલ્કો 3.22 ટકા અને માઇન્ડટ્રીમાં 1.07 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં એક ટકાનો ઉછાળો છે અને કોલ ઈન્ડિયામાં 0.99 ટકાનો ઉછાળો છે. ઈન્ફોસિસ 0.88 ટકા વધીને કારોબાર કરી રહી છે. શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 172.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 70197 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 89 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 21149 ના સ્તર પર હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં અત્યારે માત્ર ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં જ લાલ નિશાન જોવા મળી રહ્યું છે અને અન્ય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન બુલિશ માર્ક સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મીડિયા શેરોમાં સૌથી વધુ 1.89 ટકા અને મેટલ શેરોમાં 1.76 ટકાનો વધારો થયો છે. PSU બેંકોમાં 1.53 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં જોવા મળશે જબરદસ્ત વધારો : સોનું 65000 અને ચાંદી 80000 રૂ.એ પહોંચી જવાની આગાહી - રાજકોટ મિરર

આજે શેરબજારમાં પુનઃરીકવરી જોવા મળી રહી છે. ત્યારે સોના અને ચાંદી પર સરકારે મહત્વનો નિર્ણય લેતા બજાર પર તેની અસર જોવા મળી શકે. નાણા મંત્રાલયે બજેટ પહેલા જ સોના અને ચાંદી પર મોટો નિર્ણય લેતા આયાત જકાત 12.50 ટકાથી વધારીને 15 ટકા કરી છે. આ સિવાય કિંમતી ધાતુઓથી બનેલા સિક્કાઓ પર પણ કસ્ટમ ડ્યૂટી પણ વધારી દેવામાં આવી છે. આ કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે. સંભવત ઘરેણા વધુ મોંઘા બનશે. આયાત જકાતના નવા દરો 22મી જાન્યુઆરી અમલમાં આવી ગયા છે. દેશના બજેટમાં ગણતરીના દિવસ બાકી છે.  1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2024 election/શું લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ? જાણો વાસ્તવિકતા

આ પણ વાંચો:રામ મંદિર દર્શન/અયોધ્યા રામ મંદિર : એરલાઈન્સ સસ્તા દરે આપી રહી છે ટિકીટ, ‘વહેલા તે પહેલા’ ધોરણે કરાવો અયોધ્યાનું બુકિંગ