Not Set/ બંગાળમાં મમતા પર ગર્જયા મોદી, એટલી હદે હતી ભીડ કે અધૂરું મુકવું પડ્યું ભાષણ

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ  મમતા બનેરજી પર વાકપ્રહારોની વણજાર કરી દીધી હતી. ભારે ભીડનું દ્રશ્ય જોઈને કહ્યુ કે તેમને સમજણ આવીગઈ છે કે, કેમ દીદી હિંસા પર આવીગઈ  છે. મોદી કહ્યુ કે, બંગાળના લોકોનો અમારા પ્રત્યે પ્રેમ જોઈને ડરી ગયેલા લોકતંત્ર બચવાના નાટકો કરવાવાળા લોકો  નિરદોષ લોકોની હત્યા કરવા પર તુલ્યા […]

Top Stories India Videos

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ  મમતા બનેરજી પર વાકપ્રહારોની વણજાર કરી દીધી હતી. ભારે ભીડનું દ્રશ્ય જોઈને કહ્યુ કે તેમને સમજણ આવીગઈ છે કે, કેમ દીદી હિંસા પર આવીગઈ  છે.

મોદી કહ્યુ કે, બંગાળના લોકોનો અમારા પ્રત્યે પ્રેમ જોઈને ડરી ગયેલા લોકતંત્ર બચવાના નાટકો કરવાવાળા લોકો  નિરદોષ લોકોની હત્યા કરવા પર તુલ્યા છે. પ્રધાનમંત્રી મોદીની રેલીમાં એટલી ભીડ હતી કે ભાગદૌડ મચી શકે તેમ હતી તે જોઈને પીએમે 14મિનિટમા પોતાનુ ભાષણ ટૂંકાવ્યું.

પીએમ મોદી જયારે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ભારે ભીડના કારણે લોકો એકબીજા સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા. તરતજ પીએમ મોદીએ ધક્કામુક્કી ન કરવા કહ્યું. તેઓએ કહ્યું કે, કાર્યકર્તાના ઉત્સાહના કારણે જગ્યા નાની પડી અને મેદાન ટુકું રહી ગયુ.તેણા કારણે અસુવિધા વર્તાઈ રહી છે. લોકો ધક્કામુક્કી ન કરે.મોદી લોકોને સમજાવતા રહ્યા કે જ્યાં હોવ ત્યાજ રહો.

ઠાકુરનગરમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદીના આટલા દશકો પછી પણ ગામડા પર જેટલુ ધ્યાન આપવું  જોઈએ તેટલુ અપાયુ નથી. પશ્ચિમ બંગાળમાં સ્થિતિતો વધારે ખરાબ છે. અમારી સરકાર સ્થિતિ બદલવા પર ધ્યાન આપી રહી છે. અહીંની સરકારોએ ક્યારેય ગામડા પર ધ્યાન આપ્યુ નથી. નવું ભારત આ સ્થિતિમાં રહી શકે નહિ. અમારી સરકાર સાડા ચાર વર્ષથી આ સ્થિતિને બદલવાની ઈમાનદાર કોશિષ કરી રહી છે.

પીએમેએ કહ્યું કે, ગઈકાલના ઐતિહાસિક બજેટમાં ખેડૂતો અને કામદારો માટે બહુ મોટી યોજનાનું એલાન કર્યું હતું. બજેટમા જે યોજના જાહેર થઇ છે તેના દ્વારા 12 કરોડથી વધારે નાના ખેડૂતો,30-40કરોડ શ્રમિક અને 3 કરોડથી વધારે મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ થશે.

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ દેવામાફીનું રાજકારણ કરીને ખેડૂતોની આંખમા ધૂળ નાખી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવામાફી કરવાથી કઈ લાભ મેળવી શકાશે નહિ. માત્ર થોડા ખેડુતોને લાભ મળે છે. નાના ખેડૂતો રાહજોતા રહી જાય છે. જેઓને દેવામાફીનો લાભ મળતો હતો, તેઓ દેવાદાર બની જતા હતા.

હમણાં કેટલાક રાજ્યોમાં દેવામાફીના નામે મત માંગી રહ્યા હતા. એવા ખેડૂતોના દેવામાફ થઇ રહ્યા છે કે જેમણે ઋણ લીધુંજ નથી.એમપીમાં 13 રૂપિયાનુ દેવુમાફ થઇ રહ્યુ છે. રાજસ્થાનમાં બહાનુ બતાવી રહ્યા છે કે અમને ખબર ન હતી કે દેવા માફીનુ ભારણ આટલુ હશે. કર્ણાટકમાં ખેડૂતો પાછળ પોલીસને લગાવી છે.