મુંબઇ,
બોલિવૂડનો જાણીતા કોરિયોગ્રાફર અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સીઝન 1 નો વિનર સલમાન યુસુફ ખાન પર એક મોડેલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલો ઓશીવારા સ્થિત એક કોફી હાઉસનો છે જ્યાં સલમાનને કોરિયોગ્રાફર સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. મોડેલની ફરિયાદ પર પોલીસે કલમ 354 હેઠળ કેસ દાખલ કર્યો છે અને સલમાનને શોધી રહ્યા છે.

વર્ષ 2018નો છે આ મામલો…
ફરિયાદી એક મોડેલ અને ડાન્સર છે. આ મામલો ઓગસ્ટ 2018 નો છે. તેની ફરિયાદમાં તેણે આરોપ મૂક્યો છે કે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ફેમ સલમાન ખાન તેને એક ઇવેન્ટમાં પરફોર્મ કરવાના નામ પર ઓશીવારાના કેફેટેરિયામાં બોલાવી હતી. સલમાનને કહ્યું કે તેને દુબઈના બોલિવૂડ પાર્કમાં પરફોર્મ કરવું છે. આ શોમાં બીજા કેટલાય ડાન્સર પણ તેની સાથે જઈ રહ્યા છે. જ્યારે તેમની વચ્ચે વતચીત સમાપ્ત થઇ, તો સલમાન તેને ઘર મુકવાની વાત કહી અને પોતાની કારમાં બેસાડી દીધી.. તેના પછી કારમાં સલમાનને તેની સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ પીડિતાએ કોઈ પણ રીતે કાર રોકવી અને સલમાના ચુંગલમાંથી આજાદ થઇ.

આ કારણસર કેસ નોંધવામાં થયું મોડું…
આરોપ એ છે કે છોકરીનો પાસપોર્ટ સલમાન પાસે જ છે. જ્યારે છોકરીએ દુબઈ જવાનો ઇનકાર કર્યો ત્યારે સલમાનને તેને ધમકી આપી અને તેનો પાસપોર્ટ છિનવી લીધો. તે પછી, તેને મજબૂરીમાં પહેલા દુબઇ અને પછી બહરીન જઈને પરફોર્મ કરવું પડ્યું. ફરિયાદ કરનારનો આક્ષેપ છે કે સલમાને ત્યાં પણ તેમની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીએ આરોપ લગાવ્યો છે કે સલમાનના ડરને કારણે, તે કેસ નોંધાવવા માટે અસમર્થ હતી. હવે ઓશીવારા પોલીસે સલમાન સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2013 માં, સલમાન રેમો ડીસુઝાની ફિલ્મ ‘એબીસીડી’થી બોલિવૂડમાં પગ મુક્યો હતો. તે ‘ડાર્લિંગ’, ‘જીદ’, ‘દિલ જંગલી’ અને ‘વેલકમ ટુ ન્યૂ યોર્ક’ જેવી ફિલ્મોમાં કોરિઓગ્રાફી પણ કરી ચુક્યો છે.

