અમદાવાદ,
અમદાવાદમાં એક યુવકને વોટ્સ એપ પર પ્રેમ થયો અને 6 મહિનામાં જ એવી નોબત આવી ગઇ કે લગ્ન જીવન તો ભાંગી ગયું અને કાયદાકીય ચક્કરો ઉભા થઇ ગયા એ જુદા.
વિગતે જઇ તો મધ્ય પ્રદેશની 23 વર્ષની યુવતી અને અમદાવાદનો યુવક વોટ્સએપ પર મળ્યા અને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પ્રેમ હદે પાંગર્યો કે બંનેએ 6 મહિનાની અંદર જ બંનેએ ભાગીને લગ્ન પણ કરી લીધા.
લગ્ન પછી યુવતીને મધ્યપ્રદેશમાં શિક્ષિકા તરીકે નોકરી મળી.જો કે તેનો પતિ આ નોકરીની વિરૂધ્ધમાં હતો એટલે બંને વચ્ચે ઝગડા શરૂ થઇ ગયા હતા.એક દિવસ એવો આવ્યો કે પતિએ તેની પત્નિને ઘરની બહાર કાઢી મુકી આ બાદ યુવતી મહિલાઓની સલામતી માટે કામ કરતી 181અભયમ અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો.
અભયમ હેલ્પલાઈનના અધિકારીએ જણાવ્યું કે, યુવતીએ કહ્યું કે નોકરી આ ઝઘડાનું મૂળ છે, જેને તેના પતિ તે સાસુ-સસરા સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ નથી ઈચ્છતા કે યુવતી મધ્યપ્રદેશ જાય ઉપરાંત તેનામાં જ ખોટ કાઢવા લાગ્યા.
ઉલ્લેખનીય છે કે યુવતીએ લગ્ન પહેલા મધ્યપ્રદેશમાં શિક્ષકની ભરતી માટેની સરકારી પરીક્ષા આપી હતી અને નિમણુંક પણ થઇ હતી.પરંતું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો તેનો પતિ નહોતો ઈચ્છતો કે તેની પત્નિ મધ્યપ્રદેશ જઇને નોકરી કરે.
બંને કપલ વચ્ચે આ ઝગડો ત્યાં સુધી વધી ગયો કે પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી.યુવતીએ જણાવ્યું કે તે એક ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં હતી. તેના અમદાવાદમાં રહેતા કઝિને કેટલાક મિત્રોને પણ ગ્રુપમાં એડ કરેલા હતા. જેમાંથી એક મિત્રએ તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું. બંને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા અને ચોરીછુપી ભાગીને લગ્ન કરી લીધા.
લગ્ન બાદ નોકરીની વાત સામે આવતા સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તેના પતિએ તેને તરત જ ઘરમાંથી નીકળી જવા માટે કહી દીધું. અને જો તે પાછી આવશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી.
બીજી તરફ યુવતીને નોકરીની પરવાનગી ન આપવા છતાં તે પતિ સાથે રહેવા ઈચ્છે છે. કાઉન્સેલરે જણાવ્યું કે, બંનેના પરિવાર દ્વારા હાલમાં જ તેમના સંબંધને સ્વીકારવામાં આવ્યા હતા. યુવતી હાલમાં પોતાના કુટુંબીજનો પાસે છે અને કરિયર પર ધ્યાન આપી રહી છે. ઉપરાંત વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
