Not Set/ પોલખોલ: “આવાસમાં રૂંધાતો શ્વાસ”

અમદાવાદ, પોલખોલમાં આપણે દર વખતે અલગ વિષયો પર સરકારની કામગીરીની પોલખોલતાં હોઇયે છિએ ત્યારે આજે આપણે વાત કરવી છે આવાસ યોજનાનાં મકાનોની, ગરીબોનાં ઓછી કિંમતે પાકા મકાન મળે અને શહેરમાં સ્લમ દૂર થાય તે માટે સરકાર આવાસ યોજનાં અંતર્ગત મકાનની ફાળવણી કરતી હોય છે, ત્રણ દિવસ પહેલામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન અમૂલ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

પોલખોલમાં આપણે દર વખતે અલગ વિષયો પર સરકારની કામગીરીની પોલખોલતાં હોઇયે છિએ ત્યારે આજે આપણે વાત કરવી છે આવાસ યોજનાનાં મકાનોની, ગરીબોનાં ઓછી કિંમતે પાકા મકાન મળે અને શહેરમાં સ્લમ દૂર થાય તે માટે સરકાર આવાસ યોજનાં અંતર્ગત મકાનની ફાળવણી કરતી હોય છે, ત્રણ દિવસ પહેલામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા 8051 કરોડનુ બજેટ રજૂ કરાયુ જેમાં આવાસ યોજનાની વાત કરીયે તો અમદાવાદ શહેરમાં રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ એક લાખ આવાસ યોજનાંનાં મકાનો બનાવવા પાછળ મંજૂર કરાઇ છે.

વટવામાં 10 વર્ષ પહેલાં બનાવેલા આવાસ યોજનાનાં મકાનો આજે પણ ખાલી

એટલે કે આવનાર દિવસોમાં અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાં, પ્રધાનમંત્રી આવાસ યોજનાં તેમજ હાઉસીંગ યોજનાં હેઠળ એક લાખ મકાનો નવા બનાવાશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે અમદાવાદમાં હાલમાં જે આવાસ યોજનાનાં મકાનો તૈયાર છે કે ફાળવાયા છે કે કેમ અને ફાળવાયા છે તો આવાસનાં મકાનો ખાલી કેમ જોવા મળે છે.

અમદાવાદની જ વાત કરીયે તો વટવામાં 10 વર્ષ પહેલાં બનાવેલા આવાસ યોજનાનાં મકાનો આજે પણ ખાલી જોવા મળે છે, તો કઇ જગ્યાએ બનાવેલા મકાન ખાલી અને તે કેમ ખાલી છે.

ગરીબોને સસ્તા દરે ઘર મળે અને અમદાવાદને સ્લમ ફ્રિ સિટી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પોતાનાં બજેટમાં શહેરમાં નવા આવાસ યોજનાનાં મકાનો બનાવવાની જાહેરાત કરે છે અને નવા આવાસ યોજનામાં નવા મકાનો બનાવવા માટે કરોડો રૂપિયા કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય છે.

વર્ષ 2019-20 નાં બજેટમાં શહેરમાં 90 હજાર નવા મકાનો આવાસ યોજનાઓ અંતર્ગત બનાવવાની જાહેરાત

મહત્વનું છે કે, છેલ્લાં ધણાં વર્ષોથી રાજ્યમાં અફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાં અંતર્ગત સસ્તા દરે મકાનો ફાળવાય છે, જેમાં અલગ અલગ આવક મર્યાદા પ્રમાણે મકાનો ડ્રો દ્વારા અપાતા હોય છે.

લોઅર ઇનકમ ગૃપને આવક મર્યાદા ત્રણ લાખ સુધી નક્કી કરાઇ છે જ્યારે મિડલ ઇનકમ ગૃપને રૂપિયા 3 થી 6  લાખ આવક મર્યાદા નક્કી કરાઇ છે, અમદાવાદમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આવાસ યોજનાં અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં મકાનો તૈયાર કરાયા અને તેની વહેચણી પણ કરાઇ છે, મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે પોતાનાં વર્ષ 2019-20 નાં બજેટમાં શહેરમાં 90 હજાર નવા મકાનો આવાસ યોજનાઓ અંતર્ગત બનાવવાની જાહેરાત કરી છે.  પણ અત્યાર સુધીમાં ગરીબો માટે બનાવવામાં આવેલા મકાનોમાંથી કેટલાં મકાનો ગરીબોને ખરેખર ફાળવાયા તે વાતથી તમામ લોકો અજાણ છે.

એક હજાર મકાનો છેલ્લાં 5 વર્ષ કરતા વધુ સમયથી ખાલી

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં આવાસ યોજનાં અંતર્ગત મકાનો બનાવાયા છે જેમાં આજથી 6 થી 7 વર્ષ પહેલાં શહેરનાં વટવા વિસ્તારમાં સદભાવનાં ચાર રસ્તા પાસે 18 હજાર મકાનો કોર્પોરેશને JNNURM  એટલે કે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. જેમાં પેકેજ 6 અને 7 માં કુલ આવાસ 2560 તૈયાર કરાયા, તે સમયે આ પ્રોજેક્ટ તૈયાર કરવા પાછળનો ખર્ચ રૂપિયા 338 કરોડ થયો હતો.

કરોડોની જંગી રકમ ખર્ચ કર્યા બાદ પણ વટવા ખાતે બનાવેલા આવાસ યોજનાનાં મકાનોમાં કોઇ રહેવા જવાનું પસંદ કરતુ નથી. વર્ષોથી મોટા ભાગનાં મકાનો ફાળવી દેવાયા હોવા છતાં પણ આ સ્થળે રહેવાનું લોકો ટાળી રહ્યાં છે, જેનાં મુખ્ય કારણો પર નજર કરીયે તો આ જગ્યાઓ હાલમાં અંદાજે એક હજાર મકાનો છેલ્લાં 5 વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે.

મંતવ્ય ન્યૂઝે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે અહિયા ચારેકોર ખંડેર હાલતમાં મકાનો જોવા મળ્યા

આજદિન સુધી કોઇ પણ વ્યકિત અહિયા રહેવા આવ્યુ નથી. જેનાં મુખ્ય કારણોમાં અહિયા ન મળતી પ્રાથમિક સુવિધાઓ છે, આ મકાનો હાલમાં ખંડેર હાલતમાં જોવા મળે છે, મકાનોમાં દરવાજા અને બારીઓ તુટી ગયેલી જોવા મળે છે, વિજળી કનેક્શન આજદિન સુધી અપાયા નથી, ગટર ઉભરાવવાની સમસ્યાઓ છે તેમજ પાણી પણ આવતુ નથી અને આ આવાસ યોજનાં ગંદકીથી ખબખબી રહેલી જોવા મળે છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત અભિયાનમાં ઓડિએફ ફ્રિ સર્ટીફિકેટ મેળવ્યું છે ત્યાં અહિયા આજે પણ ચારેકોર ગંદકી જોવા મળે છે.

કોર્પોરેશનને રજુઆત કરાય છે પણ કોઇ અધિકારી કે કર્મચારી અહિયા ડોકા કરવા પણ આવતુ નથી

મંતવ્ય ન્યૂઝે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે અહિયા ચારેકોર ખંડેર હાલતમાં મકાનો જોવા મળ્યા. તમામ મકાનોમાં અત્યાર સુધી વિજળી કનેકનશન પણ અપાયા નથી. આ મકાનો ધણાં વર્ષોથી પડી રહ્યા હોવાને લીધે અહિયા પાણીની લાઇને પણ અસામાજીક તત્વો દ્વારા નીકાળીને વેચી દેવામાં આવી છે, તે સિવાય અહિયા એક હજાર જેટલાં ઘરોમાં તમામ બારીઓનાં કાચ તોડી દેવાયેલા જોવા મળ્યા અને ગટરનાં ઢાંકળા પણ નીકાળી નાખેલા દેખાયા હતા.

ત્યારે મંતવ્ય ન્યૂઝે આવાસ યોજનામાં વસવાટ કરતા લોકો સાથે તેઓની સમસ્યાઓ પુછતા તેઓએ જણાવ્યું હતુ કે વારંવાર અહિયા પાણી ભરાઇ જવાની અને ગટર ઉભરાઇ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે અને આ અંગે કોર્પોરેશનને રજુઆત કરાય છે પણ કોઇ અધિકારી કે કર્મચારી અહિયા ડોકા કરવા પણ આવતુ નથી જેનાં કારણે નાનાં બાળકોને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ગમે ત્યારે થઇ શકે તેવો ભય સતાવી રહ્યો છે, ગરીબ પરિવારનાં હોવાથી તેઓને આ જગ્યા છોડીને બીજે જવાનો પણ કોઇ રસ્તો નથી.

ત્યારે મંતવ્ય ન્યૂઝે આવાસ યોજનાનાં મકાનોમાં રહેતી મહિલાઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે મહિલાઓ પણ ગંદકીની સમસ્યાથી પરેશાન હોવાનું જણાવ્યુ હતુ.