સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ચોટીલાના મોલડી પાસે ટ્રક અને સ્કુલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ બસમાં સવાર 20થી વધુ બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં સવાર બાળકોને નાની મોટી ઇજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે ચોટીલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ બુધવારે સવારે ચોટીલાના મોલડી પાસે ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂલ બસમાં સવાર 20થી વધુન બાળકોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને બાળકોને સલામત રીતે બસમાંથી ઉતાર્યા હતા. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
