Not Set/ રાંધણ ગેસના બોટલોની ચોરી કરી તેનું વેચાણ કરતી ગેંગ ઝડપાઇ

ભરૂચ, મધ્ય ગુજરાતના ભરૂચમાં ગેસના બાટલાની ચોરી કરીને તેનું ગેરકાયદે રીતે વેચાણ કરતી ગેંગના 3 સભ્યોને એસઓજીએ ઝડપી લીધા છે. તેમની તપાસમાં એસઓજીને ચોરેલા લગભગ 34 જેટલા રાંધણ ગેસના બાટલા મળી આવ્યા છે.પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભીને અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે. પોલિસ સુત્રોથી  મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં આવા ગેસના […]

Gujarat Others

ભરૂચ,

મધ્ય ગુજરાતના ભરૂચમાં ગેસના બાટલાની ચોરી કરીને તેનું ગેરકાયદે રીતે વેચાણ કરતી ગેંગના 3 સભ્યોને એસઓજીએ ઝડપી લીધા છે. તેમની તપાસમાં એસઓજીને ચોરેલા લગભગ 34 જેટલા રાંધણ ગેસના બાટલા મળી આવ્યા છે.પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભીને અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે.

પોલિસ સુત્રોથી  મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં આવા ગેસના બોટલોની ઉઠાંતરી કરતા અને તેનું વેચાણ કરતી ગેંગ પોલીસે ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેંદ્ર ચુડાસમાની સૂચના અને ઇન્ચાર્જ એલસીબીપી આઈ જે એન ઝાલાના મમાર્ગદર્શન હેઠળ પીએસ ઈ વાય જી ગઢવી અને તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ  તરુણને  મળેલ બાતમીના આધારે એક ઓટો રીક્ષા કાપોદ્રા પાટિયા પાસે શંકાસ્પદ જણાઈ આવી  હતી.

જેમાં ત્રણ ઈસમો એક ગેસનો બોટલ લઇ જતા દેખાતા  જેમની તપાસ કરતા  સુનિલ પરબત નાયક, જીતેન્દ્ર સુખદેવ મેરાડે અને  વિકાસ સુધીર પાડે, તમામ રહેવાસી કોસમડીના પાસેથી ગેસ બોટલ ચોરીનો જણાતા વધુ તપાસ કરતા ગેસનો બોટલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી.

સાથે વધુ વાલિયા રોડ પર આવેલ શિવ સાયકલ સ્ટોરના સુભાષ ગીરાસે રહે કોસમડી મૂળ રહે ધુલે મહારાષ્ટ્રની પણ સંડોવણી જણાતા તેના મંગલમ એવન્યુ ખાતેના રહેઠાણમાં તપાસ કરતા વધુ ૩૪ ગેસના બોટલ મળ્યા હતા. આ ઉપરાંત કોસ્મોસ ટેક્સટાઇલ કંપની પાસે ચાની કેબીન તોડી થયેલ ગેસ બોટલની ચોરીનો ગુનો જે જી આઈ ડી સી પોલીસ મથક ખાતે નોંધાયો હતો.

જેનો ભેદ  ભરૂચ એલ. સી. બી. ઉકેલી  દીધો હતો.  પોલીસે એલ પી જી ગેસ બોટલ નંગ ૩૫ કિંમત રૂપિયા ૫૬૫૦૦ મોબાઈલ નંગ ૩ કિંમત રૂપિયા ૨૦૦૦ અને રીક્ષા કિંમત રૂપિયા ૫૦૦૦૦ મળી કુલ રૂપિયા  ૧૦૯૬૯૨ ની મત્તા જપ્ત કરી હતી અને ૩ આરોપીઓની અટક કરી જી આઈ ડી સી પોલીસના હવાલે કરવામાં આવતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.