અમદાવાદ,
ધાણા ભારતીય રસોડાનો એક જાદુઈ મસાલો છે. જે રસોઇનો સ્વાદ તો વધારે જ છે. સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે ઘણા ઉત્તમ છે. ધાણા એટલે કે મોટા ભાગના લોકો ધાણાની ભાજી જ સમજે છે પરંતુ તમને જણાવી દઇએ કે ધાણા એટલે કે કોથમીર નહીં પરંતુ આખા ધાણા પણ ખૂબ જ ઉપયોગી છે. આખા ધાણા ભારતીય સામાજિક પ્રસંગો જેમ કે સગાઈ, વગેરેમાં પણ ગોળ સાથે વપરાય છે. કારણ કે ધાણા પાચન ક્રિયાને સુધારે છે. અને આંતરડાં સબંધી મુશ્કેલીઓ જેવી કે સોજો, ગેસ્ટ્રો, ડાયરિયા અને ઉલ્ટી જેવી પરેશાનીને દૂર કરે છે.
કોલેસ્ટરોલને સુધારે છે
કહેવાય છે કે ધાણા પાચન સંબંધી રોગો માટે રામબાણ ઉપાય છે. ધાણાના બીમાં ઘણા બધા ડાયટરી ફાઇબર્સ હોય છે. ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ પણ પૂરતા પ્રમાણમાં છે.જેથી લીવર પણ સારી રીતે કામ કરી શકે છે. ધાણામાં બેડ કોલેસ્ટરોલને ઓછું કરવાની તાકાત છે. અને ગુડ કોલેસ્ટરોલના પ્રમાણને વધારે છે. ધાણામાં કોપર, ઝિંક, આરન અને અન્ય જરૂરી તત્વો પ્રચૂર માત્રામાં હોય છે. જે રેડ બ્લડ સેલ્સની માત્રા વધારવામાં મદદ કરે છે અને હાર્ટને પણ સુરક્ષિત રાખે છે.
ડાયાબિટીસમાં છે ઉપયોગી
ડાયાબટીસના રોગથી પીડાતા લોકો માટે પણ ધાણ ફાયદાકારક છે. તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ અને અન્ય જરૂરી તત્વો હોય છે. જેથી બ્લેડ સુગરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. જેથી ધાણા વજન ઘટાડવા અને સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે.
વાળ,ત્વચા માટે ફાયદાકારક
ધાણામાં વિટામિન કે,સી,બી અન અન્ય મિનરલ્સ પ્રચુર માત્રામાં હોય છે જે સ્કિન તથા વાળમાં ઉપયોગી છે. જો તમારા ખોરાકમાં ધાણા સામેલ છે તો ત્વચા ગ્લોઇંગ અને હેલ્ધી દેખાશે.
