Lifestyle/ શક્કરિયાની મસ્ત કુરકુરી અને પૌષ્ટિક ટિક્કી બનાવો…મેથીની ભાજી સાથે સ્વાદ બનશે ઓર મજેદાર!

Sweet Potato Methi Tikki (શક્કરિયા મેથીની ટિક્કી) માં શક્કરિયાની મીઠાશ અને મેથીની હળવી કડવાશ મિક્સ થઇને એક શાનદાર ટેસ્ટ ડેવલપ કરશે…

Lifestyle Food Health & Fitness Trending
Sweet Potato Methi Tikki ,શક્કરિયા મેથીની ટિક્કી, પોટેશિયમ, મેથીની ભાજી, હૅલ્ધી રેસિપી

Lifestyle: હમણા જ મહાશિવરાત્રિ (Mahashivratri)ના તહેવારની વિદાય થઇ છે અને ભાત-ભાતની ફરાળી વાનગીઓ સૌએ આરોગી હશે. હાલ પણ માર્કેટમાં શક્કરિયાની સિઝન પૂરજોશમાં છે. ફરાળમાં તો તમે શક્કરિયા ખાધા જ હશે પણ એનો ઉપયોગ કરીને એક મસ્ત મજાની શક્કરિયા મેથીની ટિક્કી (Sweet Potato Methi Tikki) બનાવવાની રેસિપી અહિં શેર કરવા જ રહ્યાં છીએ…

ચાની સાથે ખાવા માટે હૅલ્થ કોન્શિયસ લોકો કંઇક પૌષ્ટિક અને ટેસ્ટી વાનગી (Healthy Dish) વિશે શોધતા રહેતા હોય છે તો તમને અમે એક અનોખી ડિશ જણાવીશું જેને ખાઇને તમે ખુશ થઈ જશો!

Sweet Potato Methi Tikki ,શક્કરિયા મેથીની ટિક્કી, પોટેશિયમ, મેથીની ભાજી, હૅલ્ધી રેસિપી

શક્કરિયાના હૅલ્થ બેનિફિટ્સ

શક્કરિયાને તળીને ખાવા કરતા બાફીને અથવા શેકીને ખાવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે. તેમાં વિટામિન A (બીટા-કેરોટિન), વિટામિન C, પોટેશિયમ અને ફાઈબર, જટિલ કાર્બોહાઈડ્રેટ્સ (Vitamin A, Vitamin C, Potassium, Fiber, Complex Carbs) પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હૃદયના સ્વાસ્થ માટે, પાચનને સુચારુ બનાવી રાખવા માટે, બીપી નિયંત્રણ માટે, આંખો, ત્વચા અને વાળ માટે એમ સમગ્રતયા હૅલ્થ માટે  એમનું સેવન ઉત્તમ રહે છે. શક્કરિયા તમને દિનભર ઊર્જાવાન બનાવી રાખે છે.

તમે પણ આ રેસિપીને ઓછા સમયમાં સરળતાપૂર્વક બનાવી શકો છો. આ વાનગી સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ છે જેને તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. શક્કરિયાની મીઠાશ અને મેથી (Fenugreek leaves)ની હળવી કડવાશ મિક્સ થઇને એક શાનદાર ટેસ્ટ ડેવલપ કરશે…આ રેસિપી પોષક તત્વોથી ભરપૂર છે અને એકવાર એને અવશ્ય બનાવી જોજો…

શી રીતે બનાવશો શક્કરિયા મેથીની ટિક્કી (Sweet Potato Methi Tikki)?

આ વિશેષ વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા પડશે.

Sweet Potato Methi Tikki ,શક્કરિયા મેથીની ટિક્કી, પોટેશિયમ, મેથીની ભાજી, હૅલ્ધી રેસિપી

સામગ્રી

2 મધ્યમ આકારના શક્કરિયા

1 નાનો બાઉલ ઝીણી સમારેલી મેથી

2 થી 3 ચમચી કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી હળદર

1/2 ચમચી જીરું પાવડર

1/2 ચમચી અદુ-લસણની પેસ્ટ

સ્વાદાનુસાર મીઠું

જરુર મુજબ પાણી

જરુર મુજબ તેલ

Sweet Potato Methi Tikki ,શક્કરિયા મેથીની ટિક્કી, પોટેશિયમ, મેથીની ભાજી, હૅલ્ધી રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ શક્કરિયા (Sweet Potato)ને છોલી લો અને પછી ચોરસ ટુકડાઓમાં સમારી લો.

2. હવે એક તપેલીમાં પાણી ઉકાળો અને એમાં આ ટુકડા નાખીને બફાવા દો.

3. શક્કરિયા પૂરા ગળી ન જાય એનું ધ્યાન રાખવું. સહેજ સોફ્ટ થાય એટલે એમને પાણીમાંથી બહાર કાઢી લેવા.

Sweet Potato Methi Tikki ,શક્કરિયા મેથીની ટિક્કી, પોટેશિયમ, મેથીની ભાજી, હૅલ્ધી રેસિપી

4. એ ઠંડા થાય એટલે એમાં તાજી સમારેલી મેથીની ભાજીને ઉમેરો. સમારતા પહેલા મેથીની ભાજીને બે વખત પાણીથી ધોઇ લેવી.

5. હવે કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ (Corn Flour or Rice Flour) મિક્સ કરવો અને એમાં લાલ મરચું, હળદર, મીઠું, જીરું પાવડર અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.

6. આ તમામ સામગ્રીઓને હળવા હાથે મિક્સ કરી લેવા. જરુર પ્રમાણે એમાં પાણી છાંટી શકો છો.

7. હલાવતી વખતે ધ્યાન રાખવું કે શક્કરિયાના ટુકડાનો સાવ છૂંદો ન થઇ જાય!

8. હવે આ મિશ્રણમાંથી ગોળ અને ચપટી ટિક્કી વાળી લેવી.

9. એક નોન સ્ટિક પેન ગરમ કરીને એની ઉપર થોડું તેલ રેડવું. હવે ટિક્કીઓ એના પર મૂકી દેવી. મધ્યમ તાપે એને બંને તરફથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવી.

તો તૈયાર છે ગરમાગરમ શક્કરિયા-મેથીની ટિક્કી….જેને તમે મનપસંદ કોથમીર-ફુદીનાની ચટણી (Chutney), કેચઅપ અથવા તે દહીં કે ચા સાથે ખાઇ શકો છો.


આ પણ વાંચો: બથુઆ પૂરી…ભાજીનું પોષણ અને બટાટાનો મસાલેદાર કરારો ટેસ્ટ, હૅલ્ધી-ક્રિસ્પી ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: ચોખાના લોટની પૂરી…ન ઘઉંનો લોટ…ન મેંદો જોઇશે…ફટાફટ નોંધી લો શિયાળાની હૅલ્ધી રેસિપી…