મુંબઇ,
એક ટીવી શોમાં મહિલાઓને લઈને ટિપ્પણી કરવા બદલ વિવાદમાં આવેલ ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડયા તેની સતત બદલાતી રહેતી સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહે છે.હાર્દીકે આજકાલ તેના હાથ પર તેના જ નામનું ટેટુ ચિતરાવ્યું છે જેના કારણે તે પાછો ચર્ચામાં આવ્યો છે.
કપડાની સ્ટાઈલથી લઈને પછી હેર સ્ટાઈલ હોય કે હેર કલર પોતાની અનોખી સ્ટાઇલના કારણે હાર્દિક સ્ટાઈલ આઈકોન બની ગયો છે.હાલમાં જ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાથ પર ચિતરાવેલ ટેટુનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેના કારણે તે ફરીથી ચર્ચામાં આવી ગયો છે.
Next level narcissism #HardikPandya
I bet he hass another sort of list over his manhood pic.twitter.com/6gMq5y6tvr— Aish (@AishIdiot) February 28, 2019
આ ટેટુમાં હાર્દિક પંડ્યાએ ગુજરાતી સહિત 16 ભાષાઓમાં પોતાનું નામ હાથ પર કોતરાવ્યું છે. જોકે તેના આ ટેટુ જોઈને ટ્વીટર યુઝરે ફરીથી તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.ટ્રોલર્સનું કહેવું છે કે હાર્દિકને પોતાનું નામ વાંચતા પણ નથી આવડતું.આ પહેલા કોફી વિથ કરણ શોમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો હતો.
https://twitter.com/BollywoodGandu/status/1101378409987563520
તેને ઓસ્ટ્રેલિયા ટૂર પર બે વનડે માંથી સસ્પેન્ડ પણ કરાયો હતો. શોમાં તેણે સ્વીકાર્યું હતું કે તે માત્ર અંગ્રેજીમાં પોતાનું નામ લખી કે વાંચી શકે છે. આ સિવાય તે એકપણ ભાષામાં લખી કે વાંચી શકતો નથી.એક યુઝરે લખ્યું કે, કદાચ હાર્દિક પોતાનું નામ ન ભૂલી જાય તેનાથી ડરી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે તેણે છેવટે નામ લખતા શીખી લીધું.
https://twitter.com/BollywoodGandu/status/1101378409987563520
