Not Set/ પુરી ઓખા એક્સપ્રેસ ટ્રેન માંથી ગાંજો ઝડપાયો, બે આરોપીઓની પણ કરી ધરપકડ

સુરત, સુરતમાં આર આર સેલની ટીમે ચલથાણ રેલ્વે સ્ટેશન પર દરોડા પાડ્યા હતા અને 35 કિલો જેટલો ગાંજો પકડી પાડ્યો હતો. સાથે બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે પુરી ઓખા એક્સપ્રેશ ટ્રેનમાં બે શખ્સો ગાંજો લઇને આવી રહ્યા છે. જે બાબાતે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ […]

Gujarat Others Videos

સુરત,

સુરતમાં આર આર સેલની ટીમે ચલથાણ રેલ્વે સ્ટેશન પર દરોડા પાડ્યા હતા અને 35 કિલો જેટલો ગાંજો પકડી પાડ્યો હતો. સાથે બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે પુરી ઓખા એક્સપ્રેશ ટ્રેનમાં બે શખ્સો ગાંજો લઇને આવી રહ્યા છે. જે બાબાતે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

ચેકિંગ દરમિયાન ચલથાણ રેલ્વે સ્ટેશન પરથી આ બન્નેનું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસને 35 કિલો ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ ગાંજાની કિંમત 2 લાખ 10 હજાર જેટલી થાય છે. મહત્વનું છે કે આ ગાંજાના જથ્થા સાથે પોલીસે બે મોબાઇલ પણ જપ્ત કર્યા છે.