અમદાવાદ,
રાજ્યના મુખ્ય શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે પણ લોકોની માનસિકતા ના બગડે તે માટે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુક્યો છે.અમદાવાદમાં પબજી રમતા 4 કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
સમગ્ર શહેરમાં પબજી રમતા યુવાનોને પકડવા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે ટ્વિટર પર પબજી ગેમ બાળકો અને યુવાનો માટે કેવી હાનિકારક છે તે પોસ્ટ કર્યું છે. શહેર પોલીસે પબજીનો ઇતિહાસ આપતા લખ્યું છે કે પબજી રમતા બાળકો ડિપ્રેશનનો શિકાર બને છે.પોલીસે.પબજીથી છુટકારો મેળવવાના સૂચનો પણ લખ્યા છે.
જો કે અમદાવાદ પોલીસની આ ગાઈડ લાઈન પછી ટ્વિટર પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે.આપ્યાં છે. જેમાં અનેક લોકોએ કટાક્ષ પણ કર્યા છે. એક જ દિવસમાં 150 જેટલી કોમેન્ટ શહેર પોલીસને મળી છે. મોટાભાગની કોમેન્ટમાં લોકોએ વિરોધ કર્યો છે.
લોકો પબજી ગેમ માટે જાગૃતિ માટે સરાહના કરે છે પરંતુ પ્રતિબંધનો વિરોધ કરે છે.
https://twitter.com/Jitharobhabho/status/1106192828843974662?s=20
સિદ્ધાર્થ લખે છે: જાગૃતી લાવવી એ સારી વાત છે પણ પ્રતિબિંધ મૂકી લોકોની ધરપકડ કરવી એ ન્યાયિક નથી.
If you people don't know it yet. #eSports is actually a thing. If you can't teach self control to your children you are useless as a parent. But to ban the game is the STUPIDEST thing you could have done. Don't you have any actual work to do rather than harassing innocent gamers?
— Educated_fool (@Manish23_) March 15, 2019
તન્મય શનિશરા લખે છે : આ ખાલી વૈચારીક જ્ઞાન છે,કોઈ આંકડા કે ફેક્ટ રજૂ નથી કરાઈ.અમદાવાદ પોલીસ તમે હવે પરિપક્વ થઈ જાઓ.મા-બાપ પોતાના સંતાનોને તમારા કરતા બહુ સારી રીતે જાણે છે.
એક વાર દારૂ,સિગારેટ,તમાકુ ઉપર પણ પ્રતિબંધ નાખો, કેમ એ પણ બાળકો નાં ભવિષ્ય માટે હાનિકારક છે.
આ પબ્જી ફબ્જી ની પાછળ શુ કામ પડ્યા છો?🤔🤔🤔— Garvaraj sinh parmar🇮🇳 (@GarvarajParmar) March 14, 2019
દીપ ભોરણીયા લખે છે : માનનનીય કમિશનર સર ગુજરાત માં દારૂ ના અડ્ડા પણ ચાલે છે એ બંધ કરવા જાઓ ને pubg પર પછી બેન મારજો પબજી કદાચ 2 વર્ષ પછી નઈ હોય પણ છોકરા ઓ માં દારૂ નું વ્યસન ધીમે ધીમે વધે છે. તો બાંધ કરવો. દારૂ કઈ 2વર્ષ પછી પીવા નું બંધ નઈ થાય. આભાર.
https://twitter.com/eye_m_hrutwiz/status/1106183917789278208?s=20
