પોરબંદર લોકસભા બેઠક પર રાદડિયા પરિવારમાંથી ભાજપની ટીકીટ નહી ફાળવવામાં આવતાં સ્થાનિકોનો આક્રોશ પત્રિકા રૂપે બહાર આવ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. પત્રિકામાં રાદડિયા નહીં તો રમેશ ધડુક ને મત પણ નહી ના ઉલ્લેખ સાથે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
સૌરાષ્ટ્રમાં ફરી રહી છે એક પત્રિકા જેમાં જનતાજોગ સંદેશમાં વિઠ્ઠલ સિવાય વાત નહીં અને ધડુક ને મત નહીં તે પ્રકારના સંદેશાઓ વહેતા કર્યા છે. જયારે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જયેશ રાદડિયા રમેશ ધડુકને સમર્થન આપી ચૂક્યા છે.

