Surat News: સુરતમાં વેસુના કોમર્સિયલ ગરબાના આયોજકે ઉઠમણું કર્યુ છે. સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝિકલ સિસ્ટમનો સામાન પરત લઈ જવાયો છે. રૂપિયાની ચૂકવણી કરવામાં ન આવતા મ્યુઝિકલ સિસ્ટમ પરત લઈ જવાઈ છે. ગરબા આયોજકે ઉઠમણુ કરતા હજારો લોકો ગરબા રમ્યા વગર નિરાશ થઈ પરત ફર્યા છે. સુરતેના વેસુમાં ઝંકાર નવરાત્રિનું ઉઠમણું થયું છે. તેના લીધે ખેલૈયા અટવાયા હતા. ઝંકાર નવરાત્રિનું ઉઠમણું થતાં અનેક લોકોના રૂપિયા પણ ડૂબ્યા હતાં.
આ વખતની નવરાત્રિમાં ગરબા આયોજકોને વિવિધ ્પરકારની પરમિશનોને લઈને ભારે તકલીફ છે. ટીઆરપી ગેમ ઝોન કાંડના લીધે સરકાર આવા કોઈપણ આયોજન માટે નિયમોના અમલીકરણને લઈ ચુસ્ત બની છે તેની અસર નવરાત્રિ પર પણ વર્તાઈ રહી છે. તેમા પમ ખાસ કરીને નાના પાયે આયોજન કરનારાઓ માટે નિયમનું પાલન અત્યંત અઘરું બન્યું છે.
સુરત શહેરમાં 15 જેટલા કૉમર્શિયલ ગરબા આયોજકોને હજુ સુધી પરવાનગી નથી મળી. આ ગરબા આયોજકો હજુ સુધી ફાયર NOC,સ્ટ્રકચર સ્ટેબિલિટી, ઇલેક્ટ્રિક અને પાર્કિંગ સુવિધા સહિતની પરવાનગી મેળવી શક્યા નથી. હવે જો આયોજકો પોલીસ પરમિશન વગર ગરબા કરશે, તો તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
સુરતમાં 15 જેટલા મોટા કોમર્શિયલ ગરબા આયોજકો છે અને ફાયર NOC,સ્ટ્રકચર સ્ટેબિલિટી, ઇલેક્ટ્રિક અને પાર્કિંગ સુવિધા સહિતની પરવાનગી આયોજકો મેળવી શક્યા નથી. વરસાદને કારણે અનેક આયોજકો સ્ટ્રકચર સ્ટેબિલિટી અને પાર્કિંગ ફેસિલિટી સહિતનો રિપોર્ટ રજૂ કરી શક્યા નથી. સુરતના તમામ કોમર્શિયલ આયોજકો સાથે પોલીસ કમિશનરે બે વખત મિટિંગ કરી ચૂક્યા છે અને તમામ નિયમો આયોજકોને પોલીસે સમજાવી જ આપ્યા છે. જે આયોજકો પોલીસ પરમિશન વગર ગરબા કરશે તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. માત્ર ગણતરીના કલાકો બાકી અને હજુ સુધી પોલીસ તરફથી પરવાનગી મળી નથી.
આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો
આ પણ વાંચો: નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું પડશે, વાવાઝોડાની પણ શક્યતા
આ પણ વાંચો: નવરાત્રિમાં રમાય છે ગરબા અને દાંડિયા, શું છે બંને વચ્ચેનો તફાવત, ચાલો જાણીએ
