કોંગ્રેસ માટે ગુજરાત માં આંચકો। એનસીપી તમામ 26 બેઠકો પર લડશે એકલા હાથે ચૂંટણી ભાજપ ના નારાજ પ્રભાતસિંહ ને એનસીપી માં ખુલ્લું આમંત્રણ હોવાની ચર્ચા ચાલુ છે.
કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઘઠબંધન ની શક્યતાઓ ઉપર આજે પાણી ફરીવળ્યું છે. ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે. ત્યારે એનસીપી પ્રમુખ જયંત પટેલે આજે નિવેદન કરતા જણાવ્યું હતું કે અમે ગઠબંધન માટે ઘણી રાહ જોઈ કોંગ્રેસ પાસે ચર્ચા માટે સમય નથી ત્યારે અમે ગુજરાત ની તમામ 26 બેઠકો પર એનસીપી ના ઉમેદવાર ઉતારી ચૂંટણી લડીશું પ્રભાતસિંહ ચૌહાણ ને પણ એનસીપી એ ખુલ્લી ઓફર આપી દીધી છે સાથે સાથે પોતે આણંદ લોકસભા બેઠક પર થી ઉમેદવારી નોંધાવશે
