અમદાવાદ,
રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પહેલા પીએમ મોદી અને અમિત શાહના ગઢમાં ચૂંટણી સભાઓ સંબોધશે. રાહુલ ગાંધી 15 એપ્રિલે રાજુલા નજીક ચૂંટણી સભા સંબોધશે જેમાં અમરેલી ભાવનગર અને જૂનાગઢના પધારો ને રાહુલ ગાંધી સંબોધન કરશે. તેની સાથે જ ખેડૂતોના પાક વિમા સહિતના અલગ-અલગ પ્રશ્નોને પણ રાહુલ ગાંધી વાચા આપશે. તદુપરાંત રાહુલ ગાંધી 18 અને 20 એપ્રિલે પણ વધુ એક વખત ગુજરાતમાં અલગ-અલગ ચાર જગ્યાઓએ સભાને સંબોધન કરશે ત્યારે આઈસીસીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે.
જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધી અગાઉ 17 એપ્રિલે આવવાના હતા પરંતુ રાહુલ ગાંધી નો પ્લાન બનતો હોવાથી પ્રિયંકા ગાંધીના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી ૧૯ એપ્રિલે ગુજરાત આવશે સાથે જ તેઓ અંબાજી અને સોમનાથ બે માંથી એક સ્થળના દર્શન કરશે અને પ્રજાને સંબોધન કરશે. આ રીતે રાહુલ ગાંધી મોદી અને અમિત શાહના ગઢ મનાતા ગુજરાતમાં પણ 26 બેઠકો પર જંગ જીતવા માટે કમર કસી રહ્યા છે અને આ વખતે તેઓ કોઇપણ પ્રકારની ચૂક કરવા માટે તૈયાર નથી તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.
