Not Set/ પોતાના પૂર્વજો પર ફિલ્મ બનાવશે સંજય દત્ત, જાતે કરશે ડિરેક્શન

મુંબઇ, સંજય દત્તની ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલીઝ થવાની છે ત્યારે તેની અન્ય ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે જેની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં શમશેરા અને પાનીપતની ઘણી ચર્ચા છે. અહેવાલ આવી રહ્યા છે કે આ ફિલ્મોમાંથી  ફ્રી થયા બાદ સંજય દત્ત ઝડપથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે.  તેણે ધીરે ધીરે આ પ્રોજેકટ પર કામ પણ […]

Uncategorized

મુંબઇ,

સંજય દત્તની ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલીઝ થવાની છે ત્યારે તેની અન્ય ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે જેની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં શમશેરા અને પાનીપતની ઘણી ચર્ચા છે. અહેવાલ આવી રહ્યા છે કે આ ફિલ્મોમાંથી  ફ્રી થયા બાદ સંજય દત્ત ઝડપથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે.  તેણે ધીરે ધીરે આ પ્રોજેકટ પર કામ પણ શરૂ કરી દીધું છે.  આ ફિલ્મનું નિર્માણ સંજય દત્તના પ્રોડ્કશન હાઉસમાં જ થશે.

એક મુલાકાતમાં સંજયે જણાવ્યું હતું કે  તે પોતાના પૂર્વજો પર ફિલ્મ બનાવશે. સંજય દત્તે જણાવ્યું કે આ એક ઐતિહાસિક ફિલ્મ હશે. જેની વાર્તા મારા પૂર્વજ મોહયલ વિશે હશે. જે હુસૈની ક્ષત્રિય બ્રાહ્મણ હતા. તેમણે પયગમ્બરના પૌત્ર માટે કરબલામાં યુદ્ધ કર્યું હતું.

નોંધનીય છેકે સંજય દત્ત હાલમાં શમશેરા, પાનીપત તથા પ્રસ્થાન નામની ફિલ્મમાં વ્યસ્ત છે તેની બાયોપિક સંજુમાં રણબીરે અભિનય કર્યો હતો.

ફિલમ માટે રણબીરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. સંજુ ફિલ્મમાં  સંજય દત્તના જીવનના મહત્વના ટાડા કેસ તેમજ તેની માતા નગરિસનું મૃત્યું, તેના અફેર જેવી બાબતો વણી લેવામાં આવી હતીસંજય દત્તની ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલીઝ થવાની છે ત્યારે તેની અન્ય ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે જેની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં શમશેરા અને પાનીપતની ઘણી ચર્ચા છે.