Not Set/ ધાનેરામાં દારૂના વેપલાઓ પર પોલીસની તવાઈ,10 પીપડા ભરેલો બે હજાર લીટર વોશનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા, બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે દારૂના વેપલાઓ પર સપાટો બોલાવ્યો છે.દારૂના વેપલાની સાથે સાથે પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર પણ તવાઈ બોલાવી છે.જ્યાં ધાનેરા પોલીસે અમથાભાઈ માજીરાણાના ખેતરમાંથી 10 પીપડા ભરેલો બે હજાર લીટર વોશનો જથ્થો ઝડપી પાડ્યો છે. વોશના આ જથ્થાની કિમત ભલે સામાન્ય છે પરંતુ તેની અસર ભયાનક નિવડી શકે છે. પોલીસની આ કાર્યવાહીને લઈને […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે દારૂના વેપલાઓ પર સપાટો બોલાવ્યો છે.દારૂના વેપલાની સાથે સાથે પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર પણ તવાઈ બોલાવી છે.જ્યાં ધાનેરા પોલીસે અમથાભાઈ માજીરાણાના ખેતરમાંથી 10 પીપડા ભરેલો બે હજાર લીટર વોશનો જથ્થો ઝડપી પાડ્યો છે. વોશના આ જથ્થાની કિમત ભલે સામાન્ય છે પરંતુ તેની અસર ભયાનક નિવડી શકે છે. પોલીસની આ કાર્યવાહીને લઈને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દારૂબંધીના કડક કાયદા અમલ માટે ધાનેરા પોલીસ હંમેશા કડક હાથે કામ લે છે.એવી જ રીતે દેશી દારૂ ની હાટડી પર કડક નજરે પી.એસ આઈ મરન્ડએ કામ લેતા બુટલેગરોમાં વ્યાપ્યો ફફડાટ.

ધાનેરામાં દર અઠવાડિયામાં લાખો રૂપિયાનો દારૂ ધાનેરા પોલીસ પકડે છે છતાં પણ દેશી દારૂ પી ને દારૂડિયા નજરે પડતા હોય છે જે બાબતે ધાનેરા ના પી.આઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ પી.એસ આઈ મરન્ડ એ આવા દેશી અડ્ડા પર કડક હાથે કામ લેતા આવા લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે જે બાબતે ગઈ કાલે રાત્રે જ ધાનેરા ની હદ માં આવેલા અમથાભાઈ માજીરાણા ના કબ્જા વાળા ખેતર માંથી દસ પાલસ્ટિક ના પીપડા માંથી બે હજાર લીટર દેશી દારૂ બનાવવાનો વોશ પકડી પાડ્યો છે જેની કિંમત આઠ હજાર જેટલી થાય છે.