પાટણ,
પાટણમાં સ્મૃતિ ઈરાણીની જાહેરસભા બાદ મહિલાઓને રૂપિયાની લહાણી કરવામાં આવી.કાર્યકર દ્વારા મહિલાઓને રૂપિયા 100-100ની નોટોનું વિતરણ કરવામાં આવ્યું. નોટોનું વિતરણ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા રાજકારણ ગરમાયું છે.સામે આવેલા વીડિયોમાં એક મહિલા કાર્યકર સભામાં ઉપસ્થિત રહેલી મહિલાઓને રૂપિયા 100-100ની નોટોનું વિતરણ કરતી સ્પષ્ટ નજરે પડે છે.જો કે આ મહિલા કોણ છે અને તે ભાજપની કાર્યકર્તા છે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. નોટોની લ્હાણી કરતો વીડિયો વાયરલ થતા જ પાટણ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો.જિલ્લા મહામંત્રી પુષ્પાબેન ઠાકોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે વીડિયામાં નજરે પડતીને ભાજપ સાથે કે મહિલા મોરચા સાથે કોઈ સબંધ નથી. અમે કોઈ મહિલાને પૈસા વહેચ્યા નથી.
