ડેવિડ વોર્નર-જોની બેરિસ્ટોની અર્ધશતકીય પારીઓના સહારે હૈદરાબાદે કોલકાતાને એકતરફી મુકાબલમાં 9 વિકેટે મ્હાત આપી હતી. કોલકાતાએ આપેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદે માત્ર 15 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ડેવિડ વોર્નરે 38 બોલમાં 67 રન જ્યારે જોની બેરિસ્ટોએ 43 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. છેલ્લા 10 મેચમાં કોલકાતાની 5મી હાર છે. દિનેશ કાર્તિકની ટીમ માટે પ્લેઓફમાં પહોંચવુ પડકારજનક બની ચૂક્યું છે.
That's that from Hyderabad. The @SunRisers win by 9 wickets with 5 overs to spare.#SRHvKKR pic.twitter.com/rRxwfYqmuU
— IndianPremierLeague (@IPL) April 21, 2019
આ મુકાબલામાં કોલકાતાએ ટોસ હારીને પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. કોલકાતાના ક્રિસ લીને 47 બોલમાં સર્વાધિક 51 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. રાશિદખાન-શર્માએ 1-1 વિકેટ ખેરવી હતી. ખલીલ અહેમદને તેની ઘાતક બોલિંગને કારણે મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
Khaleel Ahmed is adjudged the Man of the Match award for his game changing three wicket haul 👏👏 pic.twitter.com/2vq7gNX1GZ
— IndianPremierLeague (@IPL) April 21, 2019
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરબાદના ઓપનર વોર્નર-બેરિસ્ટોએ આક્રમક શરૂઆત અપાવતા પહેલી વિકેટ માટે રેકોર્ડ 131 રન બનાવ્યા હતા. કોલકાતાની હારમાં નબળી ફિલ્ડીંગ એક મહત્વનું કારણ હતું. બન્ને ખેલાડીઓને અનેકવાર જીવંતદાન મળ્યા હતા જેને હૈદરાબાદની જીત નિશ્વિત કરી હતી.
બંને ટીમ
કોલકાતા નાઈટ રાઈડર્સઃ દિનેશ કાર્તિક(કેપ્ટન), ક્રિસ લિન, શુભમન ગિલ, આર સિંહ, નિતિશ રાણી, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, પીયુષ ચાવલા, કેસી કરિઅપ્પા, પી રાજ અને હેરી ગર્ની
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન(કેપ્ટન), દીપક હૂડા, વિજય શંકર, યુસુફ પઠાણ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ અને ખલીલ અહેમદ
