રાજ્યમાં તુવેર,મગફળી સ્કેમ પછી હવે ખાતરનું મોટુ સ્કેમ બહાર આવ્યું છે.રાજ્યમાં ખાતરનું વિતરણ કરતી સંસ્થાઓમાંથી વેચવામાં આવતી ખાતરની બોરીઓમાં 500 ગ્રામથી લઇને 1.5 કિલો સુધી ઓછું ખાતર આવતા ચકચાર મચી છે.રાજકોટના જેતપુરમાં સરદાર ખાતર વેચાણ કેન્દ્રમાં વેચાતા જીએસએફસીના ખાતર સરદાર ડીએપીની બોરીઓમાં જથ્થા કરતાં ખાતરનો ઓછો જથ્થો હોવાનો ખુલાસો થયો છે.જેતુપરમાં સહકારી રાહે વેચાતા ખાતરમાં નિયત કરાયેલા જથ્થા કરતા ઓછો જથ્થો આપીને છેતરપિંડી કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મળતી વિગતો પ્રમાણે જેતપુરમાં જીએસએફસીનું ડીએપી ખાતરની ગુણીમાં સરેરાશ 500 ગ્રામથી લઇને 1.5 કિલો ખાતર ઓછુ હોવાનુ સામે આવ્યુ છે.ખાતરની બોરીમાં ખાતર ઓછું હોવાને કારણે ખેડુતોને આર્થિક નુકસાન જઇ રહ્યું છે. જીએસએફસી દ્રારા બનાવવામાં આવતી ખાતરની બોરીઓ પર 50.12 કિલો અને 50 કિલોનુ લખાણ છે.પરંતુ બોરીનું વજન કાંટા પર વજન કરવાથી તેમાં 49.730 ગ્રામ વજન બતાવે છે.કેટલીક બોરીઓમાં તો 500 ગ્રામથી લઇને દોઢ કિલો ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે.આમ આ ખાતર ખરીદનારા ખેડુતોને પ્રત્યેક બોરી પર 10થી 40 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
જેતપુર બાદ સાબરકાંઠા અને સુરતમાં પણ ખાતર વેચાણ કેન્દ્રમાં મંતવ્ય ન્યુઝની ટીમે રીયાલીટી ચેક કર્યો તો ખાતરની બોરીમાં 400 ગ્રામ જેટલું વજન ઓછું આવ્યું હતું.આ બોરીઓમાં નેટ વજન 50 કિલોને બદલે 49.650 ગ્રામ સુધી બતાવતું હતું.
થરાદમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક
મંતવ્ય ન્યુઝ થરાદના સંવાદદાતા થરાદમાં આવેલી એ પી એમ સી ની આગળ આવેલી ખાનગી એગ્રો સેન્ટરમાં સરદાર ડી એ પી ની થેલીનું વજન ચેક કરતાં 50 કિલોની થેલીમાં400 થી 800 ગ્રામની વજનની ઘટ્ટ જોવા મળી હતી
થરાદ ખાતે સરદાર જી એ ટી એલ કિશાન સુવિધા કેન્દ્ર માં સરદાર ડી એ પી ની થેલીમાં 400 થી 800 ગ્રામની વજનની ઘટ્ટ જોવા મળી હતી આ બાબતે કિસાન સુવિધા કેન્દ્રના સંચાલક ને આ બાબતે પૂછતાં વજન ઓછું હોવાની કબૂલાત કરી અને અમને અમારી ઉપલી શાખા મારફતે સમગ્ર ગુજરાતમાં સરદાર ડી એ પી ખાતરની બેગમાં 400 થી 800 ગ્રામની ઘટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હોવાના કારણે સવારે ઈમેલ દ્વારા સરદાર ડી એ પી 1846 ખાતરનું સદંતર વેચાણ બંધ કરવું તેવો મૅસેજ આવતાંની સાથે અમોએ અમારી શાખા ઉપરથી વેચાણ બંધ કરેલ છે
જેતપુર બાદ હવે ભાવનગરના તળાજામાં પણ ખાતર કોંભાડ મામલો
જેતપુર માં જાગૃત નાગરિક દ્વારા રાસાયણિક ખાતર ની થેળીઓમાં ઓછું વજન હોવાનું કૌભાંડ બહાર લાવવામાં આવતા હોવી તળાજા ના ખેડૂત પણ જાગૃત થયા છે અને તળાજા માં આવેલ ખાતર ડેપોમાં ડી એ પિ ખાતર ની થેલી માં વજન કરવામાં આવતા થેલી માં વજન ઓછું હોવાનું સાબિત થયું હતું , તળાજા ના ખેડૂત અગ્રણી દ્વારા તળાજા માં આવેલ ભારત સરકાર માન્ય ખાતર ડેપોમાંથી ચાર થી પાંચ થેલી નું ઇલેક્ટ્રિક કાંટા માં વજન કરવામાં આવ્યું હતું અને દરેક થેલી માં વજન ઓછું જોવા મળ્યું હતું.
