Banaskantha News : બનાસકાંઠમાં ડીસામાં થયેલા બ્લાસ્ટ કેસમાં SITની તપાસ પૂરી થઈ છે. જેમાં બે દિવસમાં સરકારને રીપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આરોપીઓની મદદ કરનારની પણ તપાસ કરનામાં આવી છે. 3 એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા હતા.
બનાસકાંઠાના ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એસઆઈટીએ તપાસ પૂર્ણ કરી દીધી છે.રાજ્ય સરકારે બીજી એપ્રિલે IAS અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી. ટીમમાં DSP વિશાલકુમાર વાઘેલા, FSL ડાયરેક્ટર એચ.પી સંઘવી અને ઇજનેર જે.એ ગાંધી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા રચાયેલી સીટની ત્રીજી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા. સીટની તપાસ પૂર્ણ થતા હવે બે દિવસમાં સરકારને રિપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ છે.
એસઆઈટીએ આ કેસમાં આરોપીઓને ભગાડવામાં જે લોકોએ મદદ કરી હતી તે લોકોને પણ તપાસ કરાવી છે. આટલી મોટી ઘટનામાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી.ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડી
આ પણ વાંચો:લગ્નજીવન બચાવવા ભૂવાના આશરે જવું પરીણિતાને મોંઘું પડ્યું
આ પણ વાંચો:વિધિનાં નામે તાંત્રીકે મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, બ્લેકમેઇલ કરતા મહિલાએ કર્યો આપધાતનો પ્રયાસ
