મહેસાણા,
મહેસાણાના રાધનપુર રોડ ઉપર પાર્કિંગ મામલે માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે, વાહન મુકવા બબાતે મોડી રાત્રે બે યુવકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા,જેના કારણે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તો ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
