Not Set/ વરસાદી તોફાને લગ્નનો આનંદ માતમમાં ફેરવ્યો, દુલ્હનના કાકાનું વીજળી પડતા મોત

થરાદ, બનાસકાંઠા જિલ્લાના સરહદી  છેવાડે આવેલા થરાદ વાવ વિસ્તારમાં ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સુમારે આંધી તુફાન સાથે વાવાઝોડાના દ્રષ્યો સર્જાયા હતા ત્યારે અનેક જગ્યાએ તેજ ગતિએ પવન ફૂંકાતાં વૃક્ષો ધરાસઈ થયાં હતાં તો ક્યાંક ખેડૂતોના રહેણાંકમાં બનાવેલ છાપરાનાં પતરાં ઉડી જવા પામ્યાં હતાં તેમજ કરા સાથે કમોસમી વરસાદ આવતાં ઉનાળુ સીઝનમાં બાજરીના […]

Top Stories Gujarat Others

થરાદ,

બનાસકાંઠા જિલ્લાના સરહદી  છેવાડે આવેલા થરાદ વાવ વિસ્તારમાં ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સુમારે આંધી તુફાન સાથે વાવાઝોડાના દ્રષ્યો સર્જાયા હતા ત્યારે અનેક જગ્યાએ તેજ ગતિએ પવન ફૂંકાતાં વૃક્ષો ધરાસઈ થયાં હતાં તો ક્યાંક ખેડૂતોના રહેણાંકમાં બનાવેલ છાપરાનાં પતરાં ઉડી જવા પામ્યાં હતાં તેમજ કરા સાથે કમોસમી વરસાદ આવતાં ઉનાળુ સીઝનમાં બાજરીના પાકને નુકશાન થવા પામ્યું હતું

થરાદ પંથકમાં ગઈકાલે લગ્ન તિથિના મુર્હત વધુ હોવાથી લગ્નના માહોલ વચ્ચે જાણે કુદરતનો કહેર જોવા મળ્યો હતો ત્યારે થરાદના ચાંગડા ગામે નાગજીભાઈ ભેરાજી ચૌધરીની પુત્રીના લગ્ન હોવાથી વરરાજાની જાન પણ આવી ગઈ હતી અને ચોરીની તૈયારીઓ ચાલી રહી હતી.

તમામ પરિવાર  લગ્નના માહોલમાં મશગુલ હતો ત્યારે અચાનક સાંજના સુમારે આશરે આઠેક વાગ્યે ભારે તેજ ગતિએ વાવાઝોડા જેવો આંધી તુફાન પવન ફૂંકાતાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળી તોફાને ચડી હતી.

વરસાદી તોફાન આવતા નવવધુના કાકા દાનાભાઈ  ભેરાજી ચૌધરી પોતાના રહેણાંક બનાવેલ ઢાળીયાના પાછળના ભાગે લીમડાના ઝાડ નીચે બાંધેલી ભેંસોને સલામત જગ્યાએ ખસેડવા પહોંચ્યા હતા.જો કે દાનાભાઇએ ભેંસો પાસે પહોંચતા જ અચાનક વીજળીનો મોટો કડાકા સાથે આવાજ આવ્યો હતો અને વીજળી પડતાં દાનાભાઈ ચૌધરી તેમજ બે ભેંસોના મોત નીપજ્યાં હતાં.

જ્યાં  દુલ્હન દુલાહના હસ્તમેળાપની રાહ જુવાતી હતી ત્યાંજ ઘડીકમાં  કાકાનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળતાં લગ્ન ચોરીમાં  લગ્ન ચોરીમાં હાજર રહેલ પરિવાર તેમજ સ્નેહીજનોમાં શોકનો માતમ ફેરવાયો હતો.એક બાજુ મોટાભાઈની પુત્રીના લગ્નના  ફેરા ત્યારે એક બાજુ નાના ભાઈ દાનાભાઈ પટેલનો મૃતદેહ જોઈને સૌ કોઈની આંખોમાં આંસુઓની ધારાઓ જોવા મળી આવી હતી.

પરિવારજનોએ  મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ લાવી મૃતકના પિતરાઈ ભાઈ છેનાભાઈ ચૌધરીએ થરાદ પોલીસને જાણ કરતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.