Not Set/ જાનમાં આવેલી મહિલાઓ નદીમાં તણાઈ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત

ઉમરેઠ પાસેના પ્રતાપપુરા પાસે વહેતી મહીસાગર નદીએ ચારનો ભોગ લીધો છે.મહીસાગર નદીમાં ડૂબી જવાથી ત્રણ મહિલાઓ સહિત એક બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.કરુણતા એ હતી કે આ મૃતકો લગ્નપ્રસંગે જાનમાં આવ્યા હતા.આ કમનસીબ ઘટના પછી લગ્ન માણવા આવેલા શોકમગ્ન થયા હતા. સમગ્ર મામલાની જો વાત કરીએ તો જાનમાં આવેલી મહિલાઓ મહીસાગર નદીમાં ન્હાવા […]

Gujarat Others Videos

ઉમરેઠ પાસેના પ્રતાપપુરા પાસે વહેતી મહીસાગર નદીએ ચારનો ભોગ લીધો છે.મહીસાગર નદીમાં ડૂબી જવાથી ત્રણ મહિલાઓ સહિત એક બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.કરુણતા એ હતી કે આ મૃતકો લગ્નપ્રસંગે જાનમાં આવ્યા હતા.આ કમનસીબ ઘટના પછી લગ્ન માણવા આવેલા શોકમગ્ન થયા હતા.

સમગ્ર મામલાની જો વાત કરીએ તો જાનમાં આવેલી મહિલાઓ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગઈ હતી. દરમિયાન એક બાળક નદીમાં લપસી જતા ચાર મહિલાઓએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકને બચાવવા જતા ત્રણ મહિલાઓ મોતને ભેટી હતી અને બાળકનું પણ કરુણ મોત નિપજ્યું હતું.. જ્યારે ચારમાંથી એક મહિલાનો જીવ બચ્યો છે.

આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી છે. પોલીસ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.