Not Set/ Exit Polls : મોદીજી “તેરા જાદુ ચલ ગયા” – ભાજપ ફરી સંભાળશે સત્તાનાં સૂત્રો

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક […]

Top Stories Politics

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક થતું લાગી રહ્યું છે. દેશનાં અનેક માધ્યમો અને સર્વે એજન્સી દ્રાર પોતાનાં Exit Poll રજુ કરવામાં આવી ગયા છે, આ એ વાત ચોક્કસ છે કે તમામ સર્વેક્ષણોનાં આંકડામાં અંતર છે, પરંતુ એક વાત સાફ છે કે ભાજપ અને સાથી પક્ષોને પ્રજાએ ફરી એક મોકો આપ્યો હોવાની સાથે સાથે કોંગ્રેસને પણ પ્રમાણમાં મજબૂત બનાવી હોવાનું દેખાય રહ્યું છે…

સર્વેક્ષણનાં આંકડા પ્રમાણે પ્રજાએ પરિવર્તન કરતા પૂનરાવર્તનને પસંદ કર્યું, કોંગ્રેસને પણ આપી વિરોધ કરવાની તાકાત

પોલ ઓફ ધ પોલસ

કુલ લોકસભા બેઠકો  ભાજપ કોંગ્રેસ અન્ય તમામ પક્ષો
542/542 306 124 112

દેશના તમામ માધ્યમો અને સર્વેક્ષણ એજન્સી પ્રમાણે 542 બેઠકો માટેનું અનુમાન 

સર્વેક્ષણ  સંસ્થાન ભાજપ કોંગ્રેસ અન્ય તમામ પક્ષો
Republican C-Voter 287 128 127
Sudarshab News 303 121 108
Times Now – VMR 306 132 104
India News –Polstart 298 118 126
Republic Jan ki Baatમ 305 124 113