Not Set/ શાહ સાથે “શહેનશાહ” મોદીએ માન્યો દેશની જનતાનો આભાર

દેશભરમાં 345+ બેઠકો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યા બાદ અધ્ચક્ષ અમિત શાહ સાથે ભારતવર્ષનાં ફરી પસંદ કરાયેલા “શહેનશાહ” PM મોદીએ દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે લાખો સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે આવીને દરેક દેશવાસીઓને જનાદેશ બદલ આભાર માનવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા. અમિત શાહે ચૂંટણી સભા સંબોધીત કરતા હોય તેમ ફરી વિરોધીઓને મિઠા […]

Top Stories

દેશભરમાં 345+ બેઠકો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યા બાદ અધ્ચક્ષ અમિત શાહ સાથે ભારતવર્ષનાં ફરી પસંદ કરાયેલા “શહેનશાહ” PM મોદીએ દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે લાખો સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે આવીને દરેક દેશવાસીઓને જનાદેશ બદલ આભાર માનવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.

અમિત શાહે ચૂંટણી સભા સંબોધીત કરતા હોય તેમ ફરી વિરોધીઓને મિઠા ચૂંટકા ભર્યા હતા. તો સાથે સાથે આજે જે રાજ્યોમાં વિધાનસભાનાં આવેલા પરિણામોમાંથી નવી સરકારો રચાય તે તમામ પક્ષોને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે પોતાનાં સંબોધનમાં ચૂંટણી જંગમાં પોતાનું બલિદાન આપ્યું હતું તે તમામ કાર્યકરતાઓનો આભાર માની તેમના બલિદાનને બિરદાવ્યા હતા. અમિત શાહે પોતાનાં સંબોધનમાં અનેક વાર “બંગાળ”…..”બંગાળ”….”બંગાળ”….રિપીટ કરી મમતા દીદીને પણ નામ લીધા વીના જ આડેહાથ લઇ  ભાજપનાં બંગાળ ગઢ વિજયની યાદ આપાવી હતી.

પોતાનાં પ્રાસંગીક ઉદ્દબોધનમાં PM મોદીએ અમિતશાહ અને ભાજપનાં તમામ કાર્યકરતાઓને બિરદાવી અને ભારતભરનાં મતદાતાઓને પણ પોતાનો વિશ્વાસ ભાજપમાં અને મોદી પર પ્રગટ કરવા બદલ આભાર માન્યો હતો. ભાવુક રીતે ચૂંટણીમાં બલિદાન આપનાર તમામ કાર્યકરતાઓને યાદ કરી PMએ અભિવાદન કર્યું હતુ. તો સાથે સાથે EC અને દેશનાં સુરક્ષાદળો તેમજ તમામ ફોર્સ અને કર્મચારી પ્રત્યે પોતાની હર્ષની લાગણી પ્રગટ કરી હતી.

PM મોદીએ કૃષ્ણ અને મહાભારતનાં યુદ્ધને યાદ કરી, દેશનાં તમામ નાગરીકોને કૃષ્ણ ગણાવ્યા હતા. PM મોદી વધુમાં જણાવ્યું કે હું પહેલેથી જ કહેતો આવ્યો હતો કે આ ચૂંટણી કોઇ પક્ષ નહોતો લડી રહ્યો. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે અને આ વિજય માટે તમામ જનતાને અભિનંદન આપ્યા હતા. તો સાથે સાથે તમામ વિજય ઉમેદવારને વિજ્યના વધામણા આપ્યા હતા અને દેશનાં ઉજ્વળ ભવિષ્ય માટે કામ કરશે તેવો વિશ્વાસ પ્રગટ કર્યો. PMએ ચાર રાજ્યોમાં વિધાનસભા પરિણામોમાં વિજય તમામ પાર્ટીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે સાથે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોનાં વિકાસ માટે ખંભાથી ખંભો મિલાવી કામ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

પાતાનાં સંબોધનને વિરામ આપતા PM દ્રારા કાવ્યાત્મક અદાજમાં ભાજપ બેમાંથી આટલી સંખ્યા પર પહોચ્યો છે અને જો આટલામાંથી બે પણ થઇ જશે તો પોતાના સિધ્ધાંતો નહી છોડે તેવુ વચન આપ્યું હતું.