Not Set/ “ટીમ મોદી”માં આ નવા ચહેરા ઉમેરાયા, અનેક દિગ્ગજોની થઇ બાદબાકી, જાણો કોણ છે?

લોકસભાની ચૂંટણીમાં બહુમતી સાથે સત્તામાં આવેલ ભાજપ તેમજ સહિયોગી પક્ષો દ્રારા નરેન્દ્ર મોદીને પોતાનાં નેતા ઘોષીત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી અને ટીમએ શપથ લઇ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા મોદી અને તેમનાં 24 કેબિનેટ સહિત તમામ 57 સભ્યોને ભવ્ય સમારંભમાં ગુપ્તતાનાં શપથ લેવડાવવામાં આવ્યા. મોદીએ તેમના નવા મંત્રીમંડળમાં 57 પ્રધાનોને  […]

Top Stories India

લોકસભાની ચૂંટણીમાં બહુમતી સાથે સત્તામાં આવેલ ભાજપ તેમજ સહિયોગી પક્ષો દ્રારા નરેન્દ્ર મોદીને પોતાનાં નેતા ઘોષીત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી અને ટીમએ શપથ લઇ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા મોદી અને તેમનાં 24 કેબિનેટ સહિત તમામ 57 સભ્યોને ભવ્ય સમારંભમાં ગુપ્તતાનાં શપથ લેવડાવવામાં આવ્યા. મોદીએ તેમના નવા મંત્રીમંડળમાં 57 પ્રધાનોને  સ્થાન આપ્યું છે. જેમા લગભગ 25 જેટલા નવા ચહેરા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે 2014 માં PM મોદીની પ્રથમ કેબિનેટમાં 45 મંત્રીઓ હતા અને વિસ્તરણોનાં અંતે 2019 સુધીમાં મોદી કેબિનેટનું કદ 75 મંત્રી સાથેનું જોવા મળી રહ્યું હતું. 2019ની બીજી ટર્મમાં અનેક પૂર્વ મંત્રીઓને સ્થાન આપવામાં નથી આવ્યું અને  અનેક નવા જ ચહેરાને મોકો આપવામાં આવ્યો છે.

નવા ચહેરામાં સૌથી વિશષ અકર્ષણ ભાજપને જ્વલંત વિજય અપાવવામાં સિંહ ફાળો આપનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર રહ્યા. PM મોદીએ જયશંકરને મંત્રીમંડળમાં ઉમેરીને અને તેમને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપીને દરેકને આશ્ચર્યમાં મુકી દીધા હતા. નવા મંત્રીમંડળ ભાજપનાં વરિષ્ઠ ભાજપનાં નેતાઓ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જોવા નહીં મળે. બનેં દ્રારા પોતે અને મંત્રીમંડળમાં સમાવવા પર ના ભણવામાં આવી હતી. ત્યારે નવા મંત્રીમંડળમાંથી અનેક પૂર્વ કેન્દ્રીય કે રાજ્યકક્ષાનાં મંત્રીઓની બાદબાકી પણ જોવા મળી હતી. આમાનાં અમુક નામો પણ અશ્ચર્ય પમાડતા છે. બાદબાકીની યાદીમાં સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, જેપી નડ્ડા, રાધા મોહન સિંઘ રાજ્યવર્ધનસિંહ રાઠોડે, જોઉલ ઓરામનો, ઉમા ભારતી, અનંત ગીતે, મહેશ શર્મા અને કે જે આલ્ફોન્સ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.