Not Set/ “ઇફ્તાર કાંડ”નાં આફ્ટર શોક્સ – અમિત શાહે નિવેદનમાં સંયમની ગીરીરાજસિંહને આપી સુચના

ઇફ્તાર કાંડ”નાં આફ્ટર શોક્સ જોવા મળી રહ્યા છે. ભાજપનાં અધ્યક્ષ અને હાલનાં ગૃહમંત્રી અમિત શાહે નિવેદનમાં સંયમ રાખવાની ગીરીરાજસિંહને ફોન કરી તાબડતોબ સુચના આપી દીધી છે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહ દ્વારા જતિન માંઝીનાં ઘરે અને રામવિલાસ પાસવાનને ત્યાં રાખવામાં આવેલી ઈફ્તાર પાર્ટી પર વ્યંગાત્મક ટ્વીટ કરી રાજકીય વિવાદ ઉભો કરવામા આવ્યો હતો. […]

Top Stories India Politics

ઇફ્તાર કાંડ”નાં આફ્ટર શોક્સ જોવા મળી રહ્યા છે. ભાજપનાં અધ્યક્ષ અને હાલનાં ગૃહમંત્રી અમિત શાહે નિવેદનમાં સંયમ રાખવાની ગીરીરાજસિંહને ફોન કરી તાબડતોબ સુચના આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહ દ્વારા જતિન માંઝીનાં ઘરે અને રામવિલાસ પાસવાનને ત્યાં રાખવામાં આવેલી ઈફ્તાર પાર્ટી પર વ્યંગાત્મક ટ્વીટ કરી રાજકીય વિવાદ ઉભો કરવામા આવ્યો હતો. ગીરીરાજસિંહ દ્રારા ટ્વીટમાં ઇફ્તાર પાર્ટીનાં અમુક ફોટો પોસ્ટ કરી ટોંણો મારવામા આવ્યો હતો. ગીરીરાજસિંહની આ હરકત પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે તેઓ આમ એટલા માટે જ કરે છે કે જેથી કરીને તે માધ્યમોમા અને ચર્ચાનાં કેન્દ્રમા બન્યા રહે” તેવી તિખી પ્રતિક્રીયા આપવમા આવી હતી.

આપને જણાવી દઇએ કે બિહારનાં મુખ્યમંત્રી શપથના સમયથી જ નારાજ જણાઇ રહ્યા છે ત્યારે વણસેલા સંબધોમાં આવી કોઇ વાત મુશ્કેલી નોતરે તેવું લાગતા ભાજપનાં અધ્યક્ષ અને હાલનાં ગૃહમંત્રી અમિત શાહે ગીરીરાજસિંહને તાબડતોબ ફોન કરી રીતસરના ખડવતાની સાથે સ્ષષ્ટ સુચના પણ આપી દીધી છે કે નિવેદનમાં સંયમ રાખો અને આ પ્રકારના નિવેદનો કરવાથી બચો.