આઇસીસી વિશ્વકપની 8મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સાઉથહૈમ્પ્ટનમાં શરૂ થવા જઇ રહી છે. જ્યા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આંકડાઓની દ્રષ્ટિએ ભારત નબળી દેખાય છે, પરંતુ ક્યારેક કાગળમાં દેખાતા આંકડા પણ મેદાનમાં ખોટા સાબિત થતા હોય છે.
#FafDuPlessis wins the toss and chooses to bat! Hashim Amla returns and Shamsi joins Tahir as the team add a spinner to their attack.
Follow @cricketworldcup for all the updates on #SAvIND! pic.twitter.com/7gNVSBl1ZY
— ICC (@ICC) June 5, 2019
દક્ષિણ આફ્રિકાની ટીમ આ પહેલા બે મેચ રમી ચુકી છે. જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે દક્ષિણ આફ્રિકા ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ રમશે તો ભારત પહેલી મેચ રમી જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા મેદાને ઉતરશે. વળી દક્ષિણ આફ્રિકા આ મેચમાં ભારતને હરાવીને આ વિશ્વકપની પહેલી જીતનું ખાતુ ખોલવા પૂરી મહેનત કરશે. જો કે અહી ભારતનો પલડો દક્ષિણ આફ્રિકાની સરખામણીમાં ભારે દેખાઇ રહ્યો છે. કારણ કે સાઉથ આફ્રિકાનાં બે મોટા બોલરો લુંગી એન્ગિડી અને ડેલ સ્ટેઇન ઈજાનાં કારણે આ મેચમાં રમી નહી શકે. જો કે ડેલ સ્ટેઇન વિશ્વ કપમાંથી બહાર થઇ ગયો છે. બીજી તરફ ભારતીય ટીમ સંપૂર્ણપણે ફિટ છે.
ખાસ છે આ આંકડાઓ
આ દાયકામાં, જો ટીમ ઇન્ડિયાનાં આંકડાઓ પર નજર નાખાવામાં આવે તો તે આશ્ચર્યજનક છે. જો વનડે ક્રિકેટમાં આઈસીસી ઇવેન્ટમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાનાં પ્રદર્શનને જોવામાં આવે છે, તો ભારતની જીતની ટકાવારી 81.5 ટકા છે. આ સમય દરમિયાન, તેણે 27 વન-ડે મેચોમાંથી 22 (2011 અને 2015 વર્લ્ડ કપ, 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી) મેચ જીતી છે. અન્ય ટીમોની સરખામણીમાં આ રેકોર્ડ શાનદાર છે. આ સ્પર્ધામાં સંયુક્તપણે બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન (60.9%) છે. દક્ષિણ આફ્રિકા (54.6%) એ અહી પાંચમાં સ્થાને છે.
આફ્રિકન ટીમ પર પહેલી જીત અને થાકનું દબાણ
ટીમ ઈંન્ડિયાની હરીફ દક્ષિણ.આફ્રિકાની વાત કરીએ તો તેની આ 6 દિવસમાં ત્રીજી મેચ હશે. આ પહેલાં આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે બે મેચ હારી ગયું હતુ. ટીમ પર હવે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીતનું દબાણ પણ છે અને 6 દિવસમાં ત્રીજી મેચ રમવાનો થાક પણ છે. ફેફ ડુપ્લેસીસનાં નેતૃત્વવાળી આફ્રિકન ટીમ જાણે છે કે જો આજે હારશે તો સેમિફાઇનલમાં પહોંચવાની તેની તક ઘટી જશે.
કેટલી વખત ટીમ સામ સામે આવી
ભારતની ટીમ આ વખતનાં વિશ્વકપની પ્રંબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. પરંતુ સાઉથ આફ્રિકાની સામે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઇએ તો જૂના આંકડામાં ટીમનું પ્રદર્શન આફ્રિકાની વિરૂદ્ધ થોડુંક નબળું દેખાય છે. વિશ્વકપમાં આ બંનેનો સામનો અત્યાર સુધી 4 વખત થઇ ચૂકયો છે અને સાઉથ આફ્રિકા અહીં 1-3થી આગળ છે.
ભારત
વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વિજય શંકર, કુલદીપ યાદવ
દક્ષિણ આફ્રિકા
ફેફ ડુપ્લેસીસ(કેપ્ટન), ક્વિંટન ડીકોક, એડેન માર્કરામ, હાશિમ અમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, એનરિચ નોર્ટજે.
