ICC T20 મેન્સ વર્લ્ડ કપઃ ICC T20 Men’s World Cupમાં આજે ત્રણ મેચ રમાશે. આ મેચમાં જોઈએ તો વેસ્ટઇન્ડિઝ વિ. ઇટાલી, શ્રીલંકા વિ. ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વિ. કેનેડા વચ્ચે જંગ છે. આમ આઇસીસીના નિયમિત સભ્યોની મેચ એસોસિયેટ દેશો સાથે છે, જે એકતરફી નીવડશે તો આશ્ચર્ય નહીં થાય.

વેસ્ટઇન્ડિઝ વિ. ઇટાલી
તેમા વેસ્ટઇન્ડિઝ વિ. ઇટાલીની મેચમાં જોઈએ તો વિન્ડીઝના વિજયની સંભાવના સ્વાભાવિક રીતે વધારે 80 ટકા છે. જ્યારે ઇટાલીના વિજયની સંભાવના માંડ 20 ટકા છે. આમ છતાં ટી20 વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં એસોસિયેટ દેશોના સભ્ય અપસેટ સર્જતા રહ્યા છે. વેસ્ટઇન્ડિઝને અહીં તેની મજબૂત અને આક્રમક બેટિંગ લાઇનઅપનો ફાયદો મળી શકે છે. તેના આધારે તે ભલભલી ટીમને હંફાવવા સક્ષમ છે. જ્યારે ઇટાલી માટે આ મેચ ફક્ત અનુભવના ભાથામાં વધારો કરતી સાબિત થશે.

શ્રીલંકા વિ. ઝિમ્બાબ્વે
આ સિવાય ICC T20 મેન્સ વર્લ્ડ કપ (ICC T20 Men’s World Cup)માં બીજી મેચ શ્રીલંકા વિ. ઝિમ્બાબ્વે વચ્ચેની છે. આ મેચમાં શ્રીલંકાના વિજયની ટકાવારી 73 ટકા છે અને ઝિમ્બાબ્વેના વિજયની ટકાવારી 27 ટકા છે. આના પરથી જ મેચમાં કોનું પ્રભુત્વ રહેશે તે સમજાઈ જાય છે. જો કે ઝિમ્બાબ્વેએ ભૂતકાળમાં અપસેટો સર્જેલા છે તે જોતાં તેને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી શકે છે. આમ પણ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ હોય ત્યારે કોઈપણ ટીમને હળવાશથી લેવાય નહી, નહીં તો આ વખતે ઓસ્ટ્રેલિયાએ જેમ ફેંકાઈ જવું પડ્યું તેવું થાય. ઓસ્ટ્રેલિયા આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં સુપર-8માં પણ પ્રવેશવામાં નિષ્ફળ રહ્યું છે.

અફઘાનિસ્તાન વિ. કેનેડા
આ ઉપરાંત ICC T20 મેન્સ વર્લ્ડ કપ (ICC T20 Men’s World Cup)માંત્રીજી મેચ અફઘાનિસ્તાન વિ. કેનેડાની છે. અફઘાનિસ્તાનના વિજયની ટકાવારી 88 ટકા અને કેનેડાના વિજયની ટકાવારી 12 ટકા છે. આના પરથી જ અફઘાનિસ્તાનના પ્રભુત્વનો અંદાજ આવી જાય છે. તેમા પણ અફઘાનિસ્તાનના સ્પિન આક્રમણનો સામનો કરવામાં ભલભલી મોટી ટીમોને તકલીફ પડે છે ત્યારે કેનેડા જેવી એસોસિયેટ ટીમે વધારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. તેથી અફઘાનિસ્તાન આજની મેચ સરળતાથી જીતે તો આશ્ચર્ય નહી થાય. કેનેડા અફઘાનિસ્તાનને જેટલી ટક્કર આપે તે તેના માટે બોનસ સમાન જ છે.
આ પણ વાંચો:યુવરાજ સિંહ પર રાખ્યું નામ, કેનેડાનો કમાલ ખેલાડી, કોણ છે T 20 વર્લ્ડ પરમાં શતક મારનાર યુવરાજ સામરા
આ પણ વાંચો:પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો, હાર્દિક, કુલદીપ વચ્ચે થઈ દલીલ
આ પણ વાંચો:ઈશાન કિશનની દુલ્હન કોણ? દાદાએ કર્યો મોટો ખુલાસો, અદિતિ હુંડિયા સાથે લગ્નની તૈયારી
