NDAમાં “સબ સલામાત હે” ફક્ત કહેવામાં જ સલામત હોય તેવું લાગી રહ્યું છે. JDU પછી હવે ભાજપનો સાથી પક્ષ શિવસેના નારાજ જણાઇ રહ્યાનાં સૂત્રો દ્રારા આહેવાલો આપવામા આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી પદ્દને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે શીતયુદ્ધ જોવા મળી રહ્યું છે. બંને પક્ષો અહીં પોતાનાં મુખ્યમંત્રી ઇચ્છે છે, ત્યારે શિવસેના દ્રારા અઢી વર્ષીય ફોર્મ્યુલા લાગુ કરવાની માંગે કરવામા આવી છે. શિવસેના દ્રારા માહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી માટે 50-50ની ફોર્મ્યુલા લાગુ કરવાની માંગ કરવામા આવી છે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રમાં ભાજપનાં મુખ્યમંત્રી ઇચ્છે છે.
મહારાષ્ટ્રના નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુધિર મુુંગંતિવાર નાશિકમાં જણાવ્યું હતું કે આગામી મુખ્યમંત્રી ભાજપનાં જ હશે. ભાજપ-શિવસેના ગઠબંધનમાં કોઈ અસંતોષ નથી. આ વખતે 288 વિધાનસભા બેઠકોમાંથી અમે 220થી વધુ બેઠકો જીતીશું. તેમણે વધુંમાં કહ્યું કે ભાજપ અને શિવસેનાના નેતાઓ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે. અને આ વર્ષના અંતમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટેની બેઠકોની વહેંચણી માટે કરાર પણ કરાશે.

તો સામે શિવસેનાનાં સૂત્રોનું કહેવું છે કે અમિત શાહે જેતે સમયે કહ્યું હતું કે બન્ને પક્ષોમાં સત્તાની જવાબદારીઓ સમાન રીતે વહેંચવામાં આવશે. આ કહેણ મુજબ મુખ્યમંત્રીની પોસ્ટનો કાર્યકાળ સમાન રીતે વહેંચવામાં આવવો જોઇએ. તેમણે કહ્યું કે અમિત શાહની વાતમાં સેનાને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ મામલે અંતિમ નિર્ણય અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવશે.
આપને જણાવી દઇએ કે કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી બનાવવા બાબતે નારાજ JDU અન નીતિશ કુમારે બિહાર મંત્રીમંડળનાં વિસ્તરણમાં 8માંથી એક પણ મંત્રાલય ભાજપનાં નેતા આપ્યું નથી. તો સાથે સાથે બિહારની બહાર JDU, NDAનો ભાગ પણ નહી રહે તેવી જાહેરાત કરી દેવામા આવી છે. જો કે બિહાર બાબતે નીતિશ કુમાર દ્રારા સ્પષ્ટા કરવામા આવી છે કે અમે પહેલા એક સાથે હતા અને આજે પણ સાથે જ ઇએ, તે ચાલુ પણ રાખશું. આગામી વર્ષે આવી રહેલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ-બીજેપી એકસાથે લડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
