છેલ્લા ઘણા સમયથી રિતિકની બહેનને લઇને બોલિવુડમાં ચર્ચાઓ તેજ થઇ છે. ત્યારે વધુ એક વખત કંગના અને રિતિક રોશન વચ્ચેનાં વિવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે આ વિવાદમાં રિતિકની બહેન સુનૈના અને કંગનાની બહેન રંગોલી પણ સામેલ થઈ ગઇ છે. જેનુ કારણ, સુનૈના દ્વારા કરવામાં આવેલ ટ્વિટ છે, જેમા તેણે દાવો કર્યો હતો કે, તેને તેના પરિવાર દ્વારા પરેશાન કરવામાં આવી રહી છે. જેના પછી કંગનાની બહેન રંગોલીએ એક પછી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સુનૈના તેના પરિવારથી પરેશાન છે અને તે કંગના પાસેથી મદદ માગી રહી છે. હવે આ મામલે રિતિકની એક્સ વાઇફ સુઝાને આ એક્ટરને સપોર્ટ આપ્યો છે. આપને જણાવી દઇએ કે, સુઝાન ખાન આ પરિવારનો ઘણા સમય સુધી હિસ્સો રહી છે. જેથી તે આ પરિવાર વિશે ખૂબ સારી રીતે જાણે છે.
આપને જણાવી દઇએ કે, રિતિકની એક્સ પત્નિ સુઝાન ખાને કંગનાની બહેન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર જવાબ આપ્યો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને રિતિક અને રોશન પરિવારનો બચાવ કર્યો છે. તેણે લખ્યું હતું કે, ‘લાંબા સમય સુધી આ પરિવારનો એક ભાગ રહ્યા બાદ હું એ વાત સારી રીતે જાણું છું કે, સુનૈના ખૂબ જ લવિંગ અને કેરિંગ વ્યક્તિ છે કે જે એક કમનસીબ સ્થિતિમાં છે. સુનૈનાનાં ફાધર હેલ્થ પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યા છે. એવામાં પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમનું સન્માન કરો. દરેક પરિવાર આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. મને આમ કહેવાની જરૂર પડી છે. કેમ કે, હું ઘણા સમયથી આ પરિવારનો એક ભાગ રહી છું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
