ઉત્તર પ્રદેશનાં બુલંદશહેર જિલ્લામાં એક છોકરીની છેડતીનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં એક દબંગ પક્ષનાં આરોપી છોકરાએ એક છોકરીની છેડતી કરી. જે પછી યુવતીનાં ભાઈએ તેને પકડીને થપ્પડ ઝીંકી દીધો હતો. જેનાંથી ગુસ્સે ભરાયેલા યુવકે બદલાની ભાવનાથી પોતાના ઘરે ગયો અને ત્યાંથી તે કાર લઇને પાંછો યુવતીનાં ઘરે આવી ગયો.
જેવો તે યુવતીનાં ઘરેથી લોકો બહાર આવ્યા આરોપીએ તેમના પર કાર ચઢાવી દીધી. જે પછી યુવતી પક્ષની બે મહિલાઓની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતી અને 4 લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘટના એનએચ 91થી નજીક આવેલા ગામ ચાંદપુરની છે. આરોપ છે કે ગામનાં જ એક યુવક કે જેનું નામ નકુલ સામે આવી રહ્યુ છે, જેણે એક યુવતીની છેડતી કરી હતી. જેના પર તેના ભાઈએ નકુલને થપ્પડ ઝીંકી દીધો હતો. પરિવારે યુવતીની સાથે થયેલી આ ઘટનાનો ગુસ્સા સાથે વિરોધ કર્યો. બીજી તરફ થપ્પડ ખાઇ ચુકેલો યુવક નકુલ પોતાના ઘરે પહોચી ગયો અને પોતાની કાર આર્ટિંગા લઇને તે યુવતીનાં ઘરે પહોચ્યો હતો. જેવા યુવતીનાં પરિવારનાં લોકો જમવાનું જમી લીધા બાદ બહાર આવ્યા ત્યારે નકુલે તેમના પર પોતાની કાર ચઢાવી દીધી હતી.
આ ઘટનામાં બે મહિલાઓની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતી. મોતને ભેટી ચુકેલામાં યુવતીની માતા અને કાકી હોવાનું સામે આવી રહ્યુ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કૈદ થઇ ગઇ હતી. પોલીસનું આ મામલે કહેવુ છે કે, પીડિત પક્ષે આને દુર્ઘટના બતાવી છે. બંન્ને મૃત મહિલાઓનાં શવને રાત્રી દરમિયાન પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.
હવે પીડિત પક્ષ આને છેડતીની ઘટના બતાવી રહ્યુ છે. આ વાતને હવે ધ્યાનમાં રાખવામાં આવતા તપાસ કરવામાં આવશે અને આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ઘટના બાદ ચારેય ઘાયલોની સારવાર બુલંદશહેરનાં જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતક યુવતીની માતા સંતો અને કાકી ઉર્મિલા છે. જ્યારે યુવતીનો ભાઇ તથા અન્ય લોકો ઘાયલ છે. આ ઘટના બાદથી પરિવારમાં આક્રોશ છે. તેમણે શવને NH91 પર રાખીને જામ કર્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
