વિવાદ/ કોરોનાથી મૃત પામેલા 25 મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સમાં લઇ જતા વિવાદ

કોરોનાથી મૃત પામેલા મૃતદેહને લઇ જતાં વિવાદ

India

કોરોના કહેરથી સમગ્ર દેશ હચમચી ગયો છે .પ્રતિદિન કોરોનાથી મરતાં લોકોની સંખ્યા વધતી જાય છે.મૃતદેહોને લઇ જવા માટે લાંબી કતારમાં રહેલુ પડે છે. સમયે 22 લોકોના મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સ લઇ જવાનો દિલ દ્વંવી ઉઠે એવાે કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઇમાં કોવિડ-19નો ભોગ બનેલા 22 મૃતદેહોને એક જ એમ્બયુલન્સમાં ઢગલો કરતાં વિવાદ સર્જાયો હતો.

આ ઘટના સામે આવતાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં,આ સમગ્ર ઘટનાને પ્રત્યક્ષ જોનારાઓએ મોબાઇલ રેકોડિંગ પણ કર્યું હતું,જો કે પોલાસે તે લોકો પાસેથી મોબાઇલ લઇ લીધાં હતા અને મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરત આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તમામ મૃતદેહો બોડીબેગમાં હતા અને તેમને સરકારી હો્રિટલથી સ્મશાનગૃહે લઇ જવાના હતા.પરતું શબવાહિનીની વ્યવસ્થા ના હોવાથી મૃતદેહોને મોબાઇલ આઇસીયુ એમ્બયુલન્સમાં ઉપરા ઉપરી મૂકી દેવામાં આવ્યા હતા. 22 મૃતદેહો માંથી 14 ના મૃત્યુ તો શનિવારે થઇ ગયા હતાં.જયારે બાકીના રવિવારે મૃત્યુ પામ્યા હતા. આ  ઘટના અંગે બીડ જિલ્લા કલેકટરે કહ્યું હતું કે એડિશનલ કલેકટરને તપાસ સાેપવામાં આવી છે અને ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે